નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત
થાનગઢ સરકારી હોસ્પિટલમાં નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો..

સરકારી હોસ્પિટલોમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે

સરકારી હોસ્પિટલોમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે, ત્યારે વધુ એક બેદરકારીએ મહિલાનો ભોગ લઈ લીધો છે
થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે આ મહિલાનું મોત ડોક્ટરની બેદરકારીથી થયું છે.
આ મામલે પોલીસે મહિલાના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ ખસેડી છે. પોલીસે હાલ ડોક્ટર સામે ફરજમાં બેદરકારીનો ગુનો નોંધી પીએમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આ મામલે મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે ઓપરેશન દરમિયાન અન્ય નસ કાપી નાંખતા મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતક મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ મહિલાને ઘરેથી હોસ્પિટલ લાવ્યા ત્યારે સ્વસ્થ હતા અને જાતે ચાલીને હોસ્પિટલે આવ્યા હતા. પરંતુ ડોક્ટરે ઓપરેશન કર્યા બાદ અચાનક તબીયત લથડી હતી અને મહિલાનું મોત નીપજ્યું હતું.
મહિલાના મોતને પગલે પરિવારે હોબાળો મચાવ્યો હતો અને જવાબદાર ડોક્ટર સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. જેના ભાગરૂપે થાન પોલીસ મથકે મહિલાનું ઓપરેશન કરનાર ડો.નીર્મલ સોલંકી સામે ફરજમાં બેદરકારી અંગે ગુનો નોંધાયો છે અને ફોરેન્સીક રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું.
પરિણીત મહિલાનું નસબંધીનું ઓપરેશન બાદ મોડી સાંજે મોત નીપજ્યું હતું પરંતુ કોઈ કારણોસર ડોક્ટર સહિતના સ્ટાફે આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને મહિલાના મોતની જાણ રાત સુધી પરિવારજનોને કરવામાં આવી નહોતી. રાત્રે અચાનક મહિલાનું મોત નીપજ્યું હોવાની જાણ કરતા પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ મામલે મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાના મોતનો આક્ષેપ કરી ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મહિલાના મોતનું સાચું કારણ જાણવા માટે મહિલાની લાશને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટ બાદ મહિલાના મોતનું સાચું કારણ બહાર આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!