પોન્ઝી સ્કીમ ચલાવીને 6 હજાર કરોડનું કૌંભાડ આચરનારો BZ GROUPનો ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે પોલીસ ગિરફ્તમાં છે. રાજ્યમાં અવાર નવાર પોન્ઝી સ્કીમને લઇને અને અનેક લોકો ઠગાયા હોવાના સમાચારો આવતા રહે છે પણ આખરે આ પોન્ઝી સ્કિમ શું છે. તે પણ જાણવું જરુરી છે. વિશ્વમાં સૌ પ્રથમ પોન્ઝી સ્કિમ કોણે શરું કરી તે પણ જાણવું રસપ્રદ છે.
આમ તો પોન્ઝી સ્કીમનું નામ અમેરિકામાં રહેતા ઇટાલિયન ઇમિગ્રન્ટસ કાર્લો પોન્ઝીના નામ પરથી પડ્યું છે. તેમણે 1919-1920ના અરસામાં ઇંગ્લેન્ડમાં રોકાણકારોના નાના જૂથને 90 દિવસમાં તેમના રોકાણને બમણા કરવાની લાલચ આપી લલચાવ્યા હતા. ઓછા ગાળામા ડબલ વળતર આપવાની લાલચમાં અનેક લોકો ફસાયા અને તે લોકો પાસેથી ઘણી રકમ એકત્રિત કરી શક્યો હતો. તેણે લોકોને યુરોપિયન ટપાલ ટિકીટો વેચવાની લલચ આપી હતી. તેણે પોતાની સ્કીમ દ્વારા 15 ડોલર મિલીયન એકત્ર કર્યા હતા. જો કે 9 મહિનામા જ તેનો ભાંડો ફૂટી ગયો હતો અને તેણે હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો પર્દાફાશ થયો હતો. પોન્ઝીની 1920માં ધરપકડ કરવામાં આવી હતી. તેને જેલની સજા ફટકારાઇ હતી. અને તેથી જ આ પ્રકારે લોકોને એક ના ડબલ કરવાની લાલચ આપી ઠગી લેવાના ગુનાને પોન્ઝી સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે.
જો કે પોન્ઝી પછી પણ વિશ્વમાં આ પ્રકારે રોકાણકારોને લાલચ આપીને ઠગી લેવાના અનેક બનાવો બન્યા હતા. ભારતમાં અને ગુજરાતમાં પણ એક કા ડબલની લાલચ આપીને ઠગવાના અનેક કિસ્સા બહાર આવેલા છે. છતાં લોકો પોન્ઝી સ્કીમની માયાજાળમાં ફસાતા જ રહે છે. ટૂંકા ગાળામાં ડબલ કે ત્રણ ઘણા ચાર ઘણા પૈસા કમાવાની લાલચમાં લોકો છેતરાતા રહે છે.
પોન્ઝી સ્કીમમાં ઓછા અને કોઇ પણ જોખમવગરના રોકાણ પર ઝડપી, સરળ અને નોંધપાત્ર વળતરની લાલચ આપવામાં આવે છે. પોન્ઝી સ્કીમ પિરામીડ જેવો આકાર ધરાવે છે. પોન્ઝી સ્કીમનો ઓપરેટર પિરામીડની ટોચ પર હોય છે અને તે રોકાણકારોના એક જૂથને લાલચ આપી પૈસા એકત્ર રે છે અને શરુઆતમાં રોકાણકારોના બીજા જૂથમાંથી પહેલા જૂથને રોકાણનું સારુ એવું વળતર આપવામા આવે છે અને બીજા જૂથને રોકાણકારોના ત્રીજા જૂથમાંથી મેળવેલા પૈસામાથી ભંડોળ ચૂકવાય છે. આ રીતે ચક્કર ચાલતું રહે છે.