તે મારો નંબર કેમ બ્લોક કર્યો તેમ કહી યુવકને કારની ટક્કર મારીને તેને છરીના ઘા ઝીંક્યા...
13 વર્ષ પહેલા સગાઇ તોડનારા યુવકને યુવતીએ કારથી ટક્કર મારી, છરી વડે હિંસક હુમલો કરી યુવકને મોતને ધાટ ઉતાર્યો

સગાઈ તોડનાર યુવકની કરી હત્યા

સગાઈ તોડનાર યુવકની કરી હત્યા
અમદાવાદમાં બનેલી ચોંકાવારી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે જ્યાં 13 વર્ષ પહેલા સગાઇ તોડનારા યુવકને યુવતીએ કારથી ટક્કર મારીને પછી છરી વડે હિંસક હુમલો કર્યો હતો અને છરીના 3 ઘા ઝીંક્યા હતા. યુવકની હાલત એટલી ખરાબ થઇ ગઇ કે જીવ બચાવવા યુવક લોહીલુહાણ હાલતમાં રોડ પર દોડ્યો હતો અને ત્યાંથી પસાર થયેલા વાહન ચાલક પાસે લિફ્ટ માગીને હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
મળેલી માહિતી મુજબ અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા સમીર નામના યુવકની મહેસાણામાં રહેતી સ્વાતી સાથે 13 વર્ષ પહેલા સગાઇ થઇ હતી. આ સગાઇ વખતે સાટા પદ્ધતિ દ્વારા સ્વાતીના ભાઇ સાથે સમીરની બહેનની પણ સગાઇ કરાઇ હતી. જો કે ત્યાર બાદ બંને વચ્ચે મનમેળ ના થતાં આખરે બંનેની સગાઇ તોડી દેવાઇ હતી. બંને વચ્ચે બોલચાલ પણ બંધ થઇ ગઇ હતી. પછી તો સમીરના અન્ય યુવતી સાથે લગ્ન થઇ ગયા હતા અને સ્વાતીના પણ લગ્ન થઇ ગયા હતા.
જો કે આ વાતના 12 વર્ષ બાદ સ્વાતીને સમીરની ફરીથી યાદ આવી હતી અને તેણે ગયા વર્ષે સમીરને ફોન કર્યો હતો. તેણે સમીરને કહ્યું કે તે ભલે સગાઇ તોડી નાખી પણ તારી સાથે મારા લગ્ન થયા હોત તો સારુ થયું હોત. ત્યારબાદ પણ સ્વાતી અવાર વાર સ્વાતીને ફોન કરતી હતી. સમીર તેને ફોન કરવાની ના પાડતો હતો પણ સ્વાતીએ તો તેને ફોન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. સ્વાતીએ સમીરને એમ પણ કહ્યું કે હું તારી સાથે વાત કરું છું તેની જાણ મારા પતિને પણ થઇ ગઇ છે.
ત્યાર બાદ હમણા ત્રણ દિવસ પહેલા સમીર સ્કૂટર લઇને શેલા વિસ્તારમાથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સ્વાતી ત્યાં તેની પાછળ કાર લઇને આવી હતી અને સમીરના સ્કૂટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર મારતાં જ સમીર રોડ પર પટકાયો હતો અને સ્વાતી કારમાંથી ઉતરીને હાથમાં છરી લઇને સમીર પાસે આવીને તે મોબાઇલ નંબર કેમ બ્લોક કરી દીધો છે તેમ કહીને તેણે સમીરના પેટના ભાગે છરીનો ઘા માર્યો હતો આથી સમીર જીવ બચાવવા ભાગવા ગયો હતો પણ ઉશ્કેરાયેલી સ્વાતીએ સમીરના પીઠના ભાગે ફરી છરીનો ઘા માર્યો હતો અને પડખામાં પણ છરી મારી હતી. જીવ બચાવવા માટે સમીર લોહીલહાણ હાલતમાં ભાગ્યો હતોઅને ત્યાંથી પસાર થતા વાહન ચાલક પાસેથી લિફ્ટ લઇને દૂર જતો રહ્યો હતો અને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં સારાવાર માટે પહોચ્યો હતો (ઘટનામાં પાત્રોના નામ બદલેલા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!