અમદાવાદમાં ક્યાં ઝડપાયું 'ડુપ્લિકેટ' દારૂનું રેકેટ
એક ફ્લેટમાં ગૃહ ઉદ્યોગની માફક ચાલતું હતું બનાવટી દારૂનું કારખાનું, PCB ટીમને મળી સફળતાં

ઘાટલોડિયાના ફેલેશિયા ફ્લેટના રહેણાંક ફ્લેટમાં બંને શખ્સો ડુપ્લીકેટ દારૂ બનાવતા હતા

ઘાટલોડિયાના ફેલેશિયા ફ્લેટના રહેણાંક ફ્લેટમાં બંને શખ્સો ડુપ્લીકેટ દારૂ બનાવતા હતા
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનાવટી દારૂના રેકેટનો પર્દાફાશ થયો છે. એક ફ્લેટમાં ગૃહ ઉદ્યોગની માફક ચાલતાં બનાવટી દારૂના કારખાના ઉપર રેડ કરીને PCBએ બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને શખ્સો મોંઘા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોમાં સસ્તો અથવા તો ભેળસેળયુક્ત બનાવટી દારૂ ભરીને ગ્રાહકોને વેચાણ કરતાં હતા.
અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બર પહેલાં PCBએ ઘાટલોડિયા વિસ્તારમાંથી બનાવટી દારૂનું કારખાનું પકડી લીધું છે. વિદેશી દારૂના શોખીનો માટે લાલબત્તી સમાન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ સામે અર્જુન આઇકોન રોડ પર અને ઓશન કોલિના ફ્લેટની આસપાસ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની PCB પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ને બાતમી મળી હતી.
આ બાતમીના આધારે આદર્શ સોસાયટીની બાજુમાં ફેલેશિયા ફ્લેટમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવ્યું હતું. તેના આધારે PCB ટીમે દરોડા પાડીને બનાવટી દારૂ બનાવતાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન તેમની ઓળખ પ્રતિક દીપકકુમાર વ્યાસ (રહે. ફેલેશિયા ફ્લેટ, ઘાટલોડિયા) અને વિપુલ પ્રવિણભાઇ શાહ (રહે. શાહપુર, અમદાવાદ) તરીકે આપી હતી.
બંને શખ્સો 31 ડિસેમ્બરની પાર્ટીને ધ્યાનમાં રાખીને મોંઘા બ્રાન્ડની સ્કોચના નામે ગ્રાહકોને સસ્તો દારૂ પધરાવી દેવાની યોજના બનાવી હતી. તેઓ સસ્તો દારૂ લાવ તેને મોંઘી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ભરી વેચાણ કરતા હતા. તેઓ બોટલો પર ઓરિજિનલ જેવાં સ્ટીકર અને સીલ પણ લગાવી દેતાં હતાં. જેથી ગ્રાહકોને તે અસલી સ્કોચ કે પ્રીમિયમ વ્હિસ્કી જ લાગે.
PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)એ ફેલેશિયા ફ્લેટના રહેણાંક ઘરમાંથી દારૂ બનાવવાની સામગ્રી અને વાહનો સહિત કુલ ₹1,53,452 મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી 15 બોટલ, દારૂ ભરવા માટે રાખેલી 5 ખાલી બોટલો, અલગ-અલગ બ્રાન્ડના 6 સ્ટીકર, બોટલ સીલ કરવાના બુચ, 180 મિ.લી. સેમ્પલ બોટલ, બે મોબાઈલ અને એક સ્કૂટરનો સમાવેશ થાય છે.
હાલમાં પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેઓ બોટલો અને સ્ટીકરો ક્યાંથી લાવતા હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!