સિગરેટ પીવાની ના પાડતા વોચમેનનું બાઈક સળગાવ્યું
સરથાણાના શાયોના પ્લાઝામાં લુખ્ખાઓનો આતંક, ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ સાથે કરી દાદાગીરી

સરથાણા લુખ્ખાગીરી ઘટના

સરથાણા લુખ્ખાગીરી ઘટના
ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક બિઝનેસ સેન્ટરમાં લુખ્ખા તત્વોએ માનવતા અને કાયદાની મર્યાદા ઓળંગી છે. માત્ર સિગરેટ પીવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈને અસામાજિક તત્વોએ એક ગરીબ વોચમેનના બાઈકને આગ લગાડી તેને રાખ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
ફરજ બજાવવી વોચમેનને ભારે પડી :
ઘટનાની વિગતો એવી છે કે સરથાણા વિસ્તારમાં શાયોના પ્લાઝા નામનું કોમ્પ્લેક્સ આવેલું છે. અહીં ફરજ બજાવતા વોચમેને કેટલાક શખ્સોને કોમ્પ્લેક્સના પરિસરમાં જાહેરમાં સિગરેટ પીતા જોયા હતા. વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વોચમેને આ શખ્સોને ત્યાં ધૂમ્રપાન ન કરવા વિનંતી કરી હતી. જોકે, પોતાની મસ્તીમાં મસ્ત લુખ્ખાઓને આ શિખામણ ગમી નહોતી અને તેમણે વોચમેન સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી.
બદલો લેવા બાઈકને આગ ચાંપી :
બોલાચાલી બાદ મામલો શાંત પડવાને બદલે લુખ્ખાઓએ વોચમેનને આર્થિક અને માનસિક નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું. આ શખ્સોએ પેસેજમાં પાર્ક કરેલા વોચમેનના મોટરસાયકલ પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને આગને હવાલે કરી દીધું હતું. જોતજોતામાં બાઈક ભડભડ સળગવા લાગ્યું હતું, જેને જોઈને કોમ્પ્લેક્સમાં હાજર લોકોમાં ફાળ પડી હતી. સદનસીબે, પુણા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.
સીસીટીવી ફૂટેજ બન્યા પોલીસનું હથિયાર :
આ સમગ્ર આતંકની ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં લુખ્ખા તત્વોની હિલચાલ અને બાઈક સળગાવવાની કરતૂત સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વોચમેને આ નુકસાન અંગે સરથાણા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
પોલીસની કાર્યવાહી :
સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસનો ધમધમટ તેજ કર્યો છે. આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ કર્મચારી સાથે આવું કૃત્ય ન થાય
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!