વોન્ટેડ સલમાન લચ્ચીનું પગમાં ગોળી મારી એન્કાઉન્ટર
શકીલ હત્યા કેસનો મુખ્ય આરોપી સલમાન લચ્ચીએ PI પર ચપ્પુથી હુમલો કરતા એન્કાઉન્ટર કરાયું.

વોન્ટેડ સલમાન લસ્સીનું પગમાં ગોળી મારી એન્કાઉન્ટર

વોન્ટેડ સલમાન લસ્સીનું પગમાં ગોળી મારી એન્કાઉન્ટર
સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય બની ગયેલા મોસ્ટ વોન્ટેડ ગુનેગાર સલમાન લચ્ચીને આખરે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાયેલા લસ્સીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે જીવલેણ હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં લચ્ચી ઘાયલ થયો હતો.
15થી વધુ ગંભીર ગુનાઓ અને હત્યાનો મુખ્ય આરોપી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સલમાન લચ્ચી વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ખંડણી અને મારામારી સહિતના 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો. તે ખાસ કરીને ભેસ્તાન ભીંડી બજાર ખાતે થયેલી શકીલ નામના યુવકની હત્યાના કેસમાં મુખ્ય આરોપી હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ માટે તેની ધરપકડ એક મોટો પડકાર બની ગઈ હતી.
નવસારીના ડાભેલમાં રાત્રે 3 વાગ્યે ઓપરેશન
ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સલમાન લચ્ચી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં સંતાઇને રહે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમોએ આજે (6 નવેમ્બર) વહેલી સવારે 3 વાગ્યે ડાભેલ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ ટીમે લસ્સીના છુપાવાના સ્થળને ચારે તરફથી કોર્ડન કરી લીધું હતું.
PI પર હુમલો થતા સ્વબચાવમાં ફાયરિંગ
જ્યારે પોલીસ ટીમે સલમાન લચ્ચીને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ધરપકડથી બચવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સોઢા પર ચપ્પુ વડે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. આ અણધાર્યા હુમલાના જવાબમાં PI સોઢાએ પોતાના સ્વબચાવમાં તાત્કાલિક ફાયરિંગ કર્યું હતું.
આ ફાયરિંગમાં ગોળી સલમાન લચ્ચીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે તેને પગમાં ગંભીર ઇજા થઈ છે અને ફ્રેક્ચર થયું છે. ઇજાગ્રસ્ત સલમાન લચ્ચીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.