કોલકાતા દુષ્કર્મ-મર્ડર કેસમાં આજે ચુકાદો
CBIએ આરોપી માટે ફાંસીની સજા માંગી

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં તબીબો અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો...

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં તબીબો અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો...
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. CBIએ 7 ઓક્ટોબર 2024ના રોજ આરોપી સંજય રાય વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી હતી. કોર્ટે 9 જાન્યુઆરીએ સુનાવણી પૂરી કરી હતી. CBIએ આરોપી સંજયને ફાંસીની સજાની માંગ કરી છે.
8-9 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં એક ડૉક્ટર યુવતી પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 10 ઓગસ્ટના રોજ સંજય નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે આક્રોશ અને નારાજગી સાથે દેશભરમાં લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા.
આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ 10 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સિયાલદહ ટ્રાયલ કોર્ટમાં સોમવારથી ગુરુવાર સુધી દરરોજ સુનાવણી ચાલી રહી છે. ફરિયાદ પક્ષના 81 સાક્ષીઓમાંથી 43 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે.
25 ઓગસ્ટે CBIએ સેન્ટ્રલ ફોરેન્સિક ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. અધિકારીઓએ તેમની લગભગ 3 કલાક પૂછપરછ કરી હતી. સંજય સહિત કુલ 10 લોકોનો અત્યાર સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
જેમાં આરજી કારના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ASI અનુપ દત્તા, 4 સાથી ડોક્ટર, એક વોલેન્ટિયર અને બે ગાર્ડનો સમાવેશ થાય છે.
મૃતક તબીબના પિતાએ ન્યાયી ચુકાદાની આશા વ્યક્ત કરતા કહ્યું કે, કોર્ટ કેસની તપાસ કરશે અને વિચારણા કરશે પછી અમને ન્યાય મળશે. DNA રિપોર્ટમાં અન્ય વ્યક્તિઓ (આરોપીઓ)ની હાજરી પણ પ્રસ્થાપિત થઈ છે. અમે કોર્ટમાં જઈ રહ્યા છીએ. એક કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને બીજો સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે અને તેની યાદી થઈ ગઈ છે. અમને અમારી દીકરી માટે ન્યાય જોઈએ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!