વડોદરાના વડસર બ્રિજ નીચે બબાલ!
પાર્કિંગ વિવાદ બન્યો મારામારીનું કારણ! વડોદરામાં બે પક્ષ સામસામે

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
વડોદરાના વડસર બ્રિજ નીચે પાર્કિંગ મુદ્દે બબાલ! બે જૂથ વચ્ચે મારામારી, જીમ સંચાલકને માથામાં ઈજા
વડોદરા: શહેરના વડસર બ્રિજ નીચે પાર્કિંગના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં ચકચાર મચી ગઈ છે. આર.કે. ફિટનેસ જીમ પાસે વાહન પાર્ક કરવા બાબતે શરૂ થયેલો સામાન્ય વિવાદ જોતજોતામાં ઉગ્ર બન્યો હતો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.
પાર્કિંગ મુદ્દે બોલાચાલી બાદ મામલો બિચક્યો
મળતી માહિતી મુજબ, વડસર બ્રિજ નીચે આવેલા આર.કે. ફિટનેસ જીમ નજીક વાહન પાર્ક કરવા બાબતે બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
લાકડાના ડંડાથી હુમલાનો આક્ષેપ
એક પક્ષે આક્ષેપ કર્યો છે કે તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને લાકડાના ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જીમના સંચાલક રોશન કુશવાહાને માથાના ભાગે ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મારામારી બાદ રોશન કુશવાહાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારજનો અને મિત્રોએ વચ્ચે પડી છોડાવ્યો
વિવાદ દરમિયાન મારામારી ઉગ્ર બનતાં પરિવારજનો અને મિત્રો વચ્ચે પડ્યા હતા અને રોશન કુશવાહાને વધુ મારમાંથી છોડાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સામા પક્ષે પણ નોંધાવી ફરિયાદ
બીજી તરફ, સામા પક્ષે પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ, પાર્કિંગના સામાન્ય મુદ્દે શરૂ થયેલા વિવાદમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે.
માંજલપુર પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. મારામારી પાછળનું ચોક્કસ કારણ, ઘટનામાં કોણ-કોણ સામેલ હતું અને CCTV સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે. વડસર બ્રિજ નીચે પાર્કિંગના મુદ્દે થયેલી આ મારામારીને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હવે પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની વધુ હકીકતો સામે આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!