અફીણ,ગાંજા અને કોકો પાઉડરમાંથી બનતાં સિન્થેટીક ડ્રગ્સનું હબ બન્યું વડોદરા
જિલ્લા એસઓજીએ સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી 3 કરોડ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો

જિલ્લા એસઓજીએ સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી 3 કરોડ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો

જિલ્લા એસઓજીએ સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી 3 કરોડ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલું મોક્સી ગામ ડ્રગ્સના ઉત્પાદનનું જાણે કે હબ બની રહ્યું છે. ભુતકાળમાં મોક્સી ગામમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાવાના મામલા બહાર આવેલા છે ત્યારે ફરી એકવાર વડોદરા શહેર એસઓજી પોલીસે મોકસી ગામની સીમમાં ખેતરમાં શેડ બનાવીને મેફેડ્રોન સિન્થેટીક ડ્રગ્સ બનાવીને વેચતો હોવાની બાતમી મળતા દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં 2 શખ્સ ઝડપાયા હતા , જ્યારે 3 કરોડ 37 લાખની કિંમતનો મેફેડ્રોલ ડ્રગ્સનો જથ્થ મળ્યો હતો. આ કેસમાં 3 શખ્સની સંડોવણી જણાતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરુ કરી હતી.
ગ્રામ્ય એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મોક્સી ગામની સીમમાં રાણીયા જવાના રોડની બાજુમાં આવેલા ખેતરમાં જગદિશભાઇ મહિડા નામનો શખ્સ પોતાના કબ્જાના ખેતરમાં શેડ બનાવીને તેમાં પ્રેમચંદ મહંતો નામના શખ્સ જોડે નશાકારક સિન્થેટીક મેફેડ્રોન ડ્રગ્સ ફેકટરીમાં બનાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. માહિતીના આધારે ગ્રામ્ય એસઓજી દ્વારા રાત્રીના સમયે ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટી સફળતા સાંપડી છે.
પોલીસે સ્થળ પરથી 3.37 કરોડના સિન્થેટીક એમડી ડ્રગ્સ સાથે જગદિશભાઇ મહિડા (રહે. મોક્સી, જલારામ કોલોની, સાવલી, વડોદરા) અને પ્રેમચંદકુમાર હરિનારાયણ મહંતો (રહે. પંચવટી ગોરવા, વડોદરા) ની ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન કુલ મળીને રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ચિરાગ ગીરીશભાઇ પટેલ (રહે. સમતા, ગોરવા, વડોદરા), વિપુલ સિંગ (રહે. ઔરંગાબાદ, બિહાર) અને અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી જગદિશ મહિડાની વર્ષ - 2014 માં સીઆઇડી ક્રાઇમ પોલીસ મથક, ગાંધીનગરમાં એનડીપીએસના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે ભુતકાળમાં ગુજરાત ATSએ પણ મોક્સી ગામમાં આવેલી નેક્ટર કેમ કંપનીમાંથી કરોડો રૂપિયાની કિંમતનું 200 કિલો જેટલું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 કરોડ જેટલી કિંમત આંકવામાં આવી હતી.
પોલીસ સુત્રોએ કહ્યું કે દેશમાં 3 પ્રકારના ડ્રગ્સનું ચલણ છે. જેમાં નેચરલ, સેમી સિન્થેટીક અને સિન્થેટીક. આ તમામ ડ્રગ્સ અફીણ, ગાંજા અને કોકો પાઉડરમાંથી બને છે. જેમાં એમડી ડ્રગ્સ સિન્થેટીક ડ્રગ છે. 2023 ના એક રિપોર્ટ મુજબ દુનિયામાં 296 મીલીયન ડ્રગ યુઝર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!