વડોદારા NH-48 પર હિટ એન્ડ રનઃ યુવકનું મોત, અજાણ્યો વાહનચાલક ફરાર
વડોદરા NH-48 પર હિટ એન્ડ રનમાં 31 વર્ષીય યુવકનું મોત, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી ફરાર; કપુરાઈ પોલીસે તપાસ શરૂ કરી.

વડોદરા NH-48 પર હિટ એન્ડ રનમાં યુવકનું મોત, ફરાર વાહનચાલકની શોધખોળ.

વડોદરા NH-48 પર હિટ એન્ડ રનમાં યુવકનું મોત, ફરાર વાહનચાલકની શોધખોળ.
Hit and run on NH-48 in Vadodara: વડોદરાના નેશનલ હાઈવે-48 પર ફરી એક ગંભીર અકસ્માતે ચકચાર મચાવી છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફના હાઈવે પર ગોકુલ કટ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા 31 વર્ષીય યુવકને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
મહાસાગર હોટેલ પાસેથી રસ્તો ક્રોસ કરતા ટક્કર
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના અને છેલ્લા એક દાયકાથી વડોદરામાં રહેતા 31 વર્ષીય પ્રવેંદ્રસિંહ દેવપાલસિંહ 28 ઓગસ્ટની રાત્રે આશરે 11:45 વાગ્યે મહાસાગર હોટેલ પાસેથી પગપાળા હાઈવે ક્રોસ કરી રહ્યા હતા.
આ દરમિયાન જાંબુવા તરફથી પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રવેંદ્રસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મૃતદેહને SSG હોસ્પિટલ ખસેડાયો
અકસ્મતની જાણ થતાં એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ સ્ટાફે ફોનથી પરિવારને ઘટનાની જાણ કરી હતી.
માંજલપુરમાં રહેતા મૃતકના મામી હેમલતાબેન રાજકુમાર ચૌહાણ પરિવાર સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી.
કપુરાઈ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હિટ એન્ડ રન કરનાર ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ દિવસમાં અકસ્માતમાં 4નાં મોત
વડોદરા આસપાસ છેલ્લા ત્રણ દિવસમાં અલગ-અલગ અકસ્માતોની ઘટનાઓમાં કુલ 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વરસાડા, ધનિયાવી અને દશરથ નજીક બનેલા અકસ્માતોને પગલે હાઈવે પર વાહનચાલકોની બેદરકારી અને માર્ગ સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!