વડોદરા ગેંગરેપ: દાનવોના ઘર પર ફરી વળશે દાદાનું બુલડોઝર
ભાયલી સગીરા પર ગેંગરેપ બાદ તપાસનો ધમધમાટ

આરોપીઓના ઘર પર ફરી વળશે બુલડોઝર

આરોપીઓના ઘર પર ફરી વળશે બુલડોઝર
વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.
ભાયલીમાં નવરાત્રીના બીજા નોરતે સગીરા પર થયેલ ગેંગરેપની ઘટના બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે...છેલ્લાં 15-20 વર્ષથી વડોદરામાં ગેરકાયદે મકાનમાં રહેતા દુષ્કર્મના આરોપીઓનાં મકાનો પર બુલડોઝર ફેરવવા વડોદરાનું તંત્ર ઉત્તરપ્રદેશ જેવી કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ભાયલી ગેંગરેપના ત્રણ આરોપી પૈકી બે આરોપીનાં મકાનો પર 72 કલાક બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવશે, જ્યારે અન્ય એક આરોપીનું મકાન પાલિકા દ્વારા આપવામાં આવેલું હોવાથી, કાયદેસર હોવાથી નોટિસ આપવામાં આવી નથી. આરોપીઓનાં મકાનોનો સફાયો કરી દેશે એવી તૈયારી તંત્રએ કરી
ઉલ્લેખનીય છે કે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બે આરોપી ગેરકાયદે વસાહતમાં રહેતા હોવાથી પાલિકા દ્વારા 72 કલાકમાં જવાબ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી છે. જે બાદ પાલિકાનું બુલડોઝર તેમનાં મકાનોનો સફાયો કરી દેશે એવી તૈયારી તંત્રએ કરી છે. આમ, વડોદરામાં જઘન્ય અપરાધને અંજામ આપનારાઓને તમામ રીતે તોડી પાડવા માટે સરકાર અને તંત્ર કટિબદ્ધ બન્યાં છે.
ડેપ્યુટી ટીડીઓ દિનેશ દેવમુરારિએ જણાવ્યું હતું કે નવરાત્રિના બીજા નોરતે સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતી ગેંગરેપની ઘટના ભાયલીમાં બની હતી, જેમાં મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાના તાંદલજા કાળી તલાવડી પાસે રહેતા ત્રણ આરોપીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પૈકી મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા એકતાનગર વસાહત ખાતે ઊભા કરાયેલા ગેરકાયદે મકાનોમાં રહેતા હોવાનું પાલિકાના ધ્યાનમાં આવ્યું છે, આથી તેમને ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે ત્રીજો આરોપી શાહરુખનું મકાન પાલિકાના ક્વાર્ટરમાં હોવાથી નોટિસ આપવામાં આવી નથી.
વડોદરા પાલિકા દ્વારા એકતાનગર ખાતે બંને આરોપીનાં ગેરકાયદે મકાનો દૂર કરવા માટેની નોટિસ ત્યાં ચોંટાડવામાં આવી છે અને ત્રણ દિવસમાં જવાબ માગવામાં આવ્યો છે. એ બાદ પાલિકાનું તંત્ર તેમનાં મકાનો પર બુલડોઝર ફેરવશે એ નક્કી છે. આ મામલાનો ત્રીજો આરોપી શાહરુખ બનજારા તાંદલજા વિસ્તારમાં આવેલા રોયલ વુડાના મકાનમાં રહે છે. તેને આ મકાન કેવી રીતે મળ્યું અને હાલ તે ભાડેથી રહે છે કે કેમ એ અંગેની માહિતી એકત્ર કરવા માટે પાલિકાની ટીમ આજે સ્થળ મુલાકાત કરશે. પાલિકા દ્વારા શાહરુખના મકાનને પણ સીલ કરે એવી શક્યતા છે.
ભાયલીમાં 4 ઓક્ટોબરે સગીરા ઉપર આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી એક આરોપીના આજે વહેલી સવારે સ્પર્મના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. તાલુકા પોલીસ દ્વારા ત્રણેય હવસખોર સામે મજબૂત પુરાવા ઊભા કરવા માટે મોડીરાત્રે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સ્પર્મ સેમ્પલ લેવા માટે લઈ જવાયા હતા, જેમાં બે આરોપી મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા અને શાહરુખ બનજારા સેમ્પલ આપી શક્યા હતા. જ્યારે મુન્ના અબ્બાસ બનજારાની પોલીસે 'ટ્રીટમેન્ટ' કરી હોવાથી તે રાત્રે પાંચ વખત પ્રયત્નો કરવા છતાં સેમ્પલ આપી શક્યો નહોતો. આખરે તેને આજે વહેલી સવારે લઈ જવામાં આવ્યો હતો.છેવટે સવારે એક કલાકના પ્રયાસ બાદ તે સેમ્પલ આપી શક્યો હતો.
આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ આખી રાત ઊંઘ્યા નહોતા અને આખી રાત પડખાં ફેરવ્યાં હતાં. ત્રણેય આરોપીને હાલ તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓએ પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડી વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો, આથી આજે પોલીસ આરોપીઓને સાથે રાખી ફાયરબ્રિગેડની મદદ લઈ 17 કિમી લાંબી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ શોધવા પહોંચી હતી. પાણી ડહોળું હોવાથી ફાયરબ્રિગેડની ટીમને મોબાઈલ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. પોલીસ કેમેરાથી અન્ડરવોટર સર્ચ કર્યું હતું.
વડોદરાના છેવાડે આવેલા ભાયલી ગામમાં થયેલા ગેંગરેપ કેસમાં 5 આરોપીને ગઈકાલે 8 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. હાલ આરોપીના રિમાન્ડ ચાલી રહ્યા છે. તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગત રાત્રે 12:30 વાગ્યે તાંદલજા વિસ્તારમાં આવેલા આરોપીઓના ઘરે પહોંચી હતી અને તપાસ કરી હતી. આ ઉપરાંત તાંદલજા ગામને કોર્ડન કરી સીસીટીવી તપાસ કરી હતી અને ત્રણથી ચાર ડીવીઆર કબજે કર્યાં હતાં. આ ઉપરાંત મોડીરાત્રે આરોપીઓના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
સગીરા સાથે હેવાનિયત આચરનારા ત્રણેય આરોપીને ઓળખપરેડ માટે ગઈકાલે 8 ઓક્ટોબરે સવારે વડોદરા ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરાયા હતા.જે બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માગવા માટે રજૂ કર્યા હતા. આ તપાસ માટે બનાવાયેલી SITએ 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 10 ઓક્ટોબર સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આરોપીઓને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા એ દરમિયાન કોર્ટમાં હાજર લોકોએ બેફામ અપશબ્દો બોલી આરોપીઓને ફટકાર્યા હતા. આ હવસખોરોને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં પોલીસના પગે પાણી આવી ગયાં હતાં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!