વડોદરાના સાવલીમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું : ફોટો અને વિડિયો વાયરલ કરી દીધા
સગીરાની છેડતી કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યા બાદ વિડિયો વાયરલ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાય

સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું

સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું
વડોદરાના સાવલી તાલુકામાં આવેલી એક સ્કૂલમાં જતી સગીરાની છેડતી કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યા બાદ વિડિયો વાયરલ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાય છે.
ભાદરવા પોલીસ મથકમાં સગીરાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું શાળાએ જતી હતી ત્યારે છેલ્લા 6 મહિનાથી સુરેશ અરવિંદભાઇ સોલંકી (રહે. તાડીયાપુરા, સાવલી, વડોદરા) અવાર-નવાર પીછો કરીને પરેશાન કરતો હતો. સુરેશ રોડની સાઇડમાં લઇ જઇને છેડછાડ કરતો હતો તેના ફોટા મોબાઇલમાં લઇ લેતો હતો. 10, ફેબ્રુઆરીના રોજ મને ધમકી આપી તેના ઘર નજીક આવેલા ખેતરમાં બોલાવી હતી. તે સમયે સુરેશ અને તેનો મિત્ર બાઇક પર આવ્યા હતા. મને ખેતરમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ વખતે તેના મિત્રએ મારું મોઢું દબાવી રાખી તેનો સાથ આપ્યો હતો.
ત્યાર બાદ બીજા દિવસે સુરેશે અગાઉના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ કરવાની ધમકી આપીને તેના ઘર નજીકના ખેતરમાં ફરી વખત બોલાવી હતી. જ્યાં સુરેશે મરજી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું, અને તેના મિત્રએ મોઢું દબાવી રાખ્યું હતું.
બાદમાં નરાધમે બળજબરી પૂર્વક આચરેલા કૃત્યના ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મુકીને વાયરલ કર્યા હતા. ભાદરવા પોલીસ મથકમાં સુરેશ અરવિંદભાઇ સોલંકી અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોક્સો તથા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!