સુરતમાં મામાએ ભાણેજ મોહમ્મદ આમિર આલમની કરી હત્યા
મામાએ ધંધાના હિસાબના ઝઘડામાં તેના જ ભાણેજ મોહમ્મદ આમિર આલમની હત્યા કરી

મામાએ ભાણેજની કરી હત્યા

મામાએ ભાણેજની કરી હત્યા
સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરનારો એક સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભાઠેના વિસ્તારમાં મોહમ્મદ આમિર આલમની હત્યા તેના જ મામા મોહમ્મદ ઈફ્તિકાર વાજીદ અલી એ કરી નાખી. મૃતક મોહમ્મદ આમિર આલમ અને આરોપી મામા મોહમ્મદ ઈફ્તિકાર, બન્ને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે અને ભાઠેનામાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. ઉધના રોડ નંબર 8 પર બન્ને સાથે મળીને 30 સિલાઈ મશીન ભાડે ચલાવવાનો ધંધો કરતા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી ભાણેજ મોહમ્મદ આમિર આલમ ધંધાના હિસાબનો નફો રોકડમાં મામાને આપતો ન હતો, જેના કારણે બન્ને વચ્ચે પૈસાના ઝઘડા શરૂ થયા હતા. આ જ ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું.
7 ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા
પૈસાના ઝઘડાના કારણે મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી એ લગભગ એક મહિના પહેલાં જ ભાણેજની હત્યાનો ગુનાહિત કાવતરું ઘડી કાઢ્યો હતો. તેણે યુટ્યૂબ પરથી 'હત્યા કઈ રીતે કરવી', 'પુરાવા કઈ રીતે નાશ કરવા' અને 'સજા કેટલી થાય' જેવી લગભગ 20 વખત અલગ-અલગ માહિતી મેળવી હતી, જેની કબૂલાત તેણે પોલીસ સમક્ષ કરી છે. ગત રવિવારની સાંજે જમ્યા બાદ જ્યારે ભાણેજ મોહમ્મદ આમિર આલમ પોતાના રૂમમાં ઊંઘમાં હતો, ત્યારે આરોપી મામાએ વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની હત્યા કરી. હત્યા બાદ ગુનાને છુપાવવા માટે આરોપીએ ઉધનાની દુકાનમાંથી ખરીદેલા છરા વડે મૃતદેહના 7 ટુકડા કર્યા.
આ પણ વાંચો: અમદાવાદમાં 1 જ દિવસમાં બે યુવકોની ઘાતકી હત્યા
CCTV ફૂટેજ અને ખોટી ફરિયાદ બાદ હત્યા
મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી એ હત્યા અને મૃતદેહનો નિકાલ કરવાનો પોતાનો પ્લાન સોમવારની રાત્રે પાર પાડ્યો. તેણે મૃતદેહના ટુકડાઓને બોરીમાં ભરીને એક્ટિવા પર 2 ફેરામાં મીઠી ખાડીમાં ફેંકી દીધા હતા. જોકે, આ ભયાનક કૃત્ય બાદ આરોપી મામાએ ગુરુવારે રાત્રે ભાણેજ ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી, જેનાથી પોલીસને શંકા ગઈ અને સઘન પૂછપરછમાં તેણે હત્યા કરી મૃતદેહ ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી.
આ પણ વાંચો: લગ્નની જીદમાં બનેવીએ સાળા-સાળીની કરી હત્યા
મામાએ મૃતદેહના ટુકડા ભરેલી બોરીઓને મોપેડમાં નાખી
પોલીસે લાલ આંખ બતાવતા જ તેણે સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેશ દેસાઈના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી મામા મૃતદેહના ટુકડા ભરેલી બોરીઓને મોપેડમાં નાખીને લઈ જતો સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને છરો સહિતના પુરાવાઓ જપ્ત કરવાની અને ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડા શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!