ભુજની હોટલમાં ત્રણ કશ્મીરી મળ્યા, તપાસ શરૂ
દિલ્હી બ્લાસ્ટ બાદ કચ્છમાં હાઈ એલર્ટ, હોટલ સંચાલક પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

ભુજની હોટલ જનતા ઘર અને પકડાયેલા કશ્મીરી યુવકો

ભુજની હોટલ જનતા ઘર અને પકડાયેલા કશ્મીરી યુવકો
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયા બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. આ દરમિયાન ભુજ શહેરની એક હોટલ ‘જનતા ઘર’માં તપાસ દરમિયાન જમ્મુ કશ્મીરના ત્રણ લોકો મળી આવ્યા હતા, જેમાં એક મહિલા પણ સામેલ છે.
ભુજ એસઓજીની ટીમે હોટલના રજિસ્ટરની તપાસ કરતા ફક્ત એક વ્યક્તિની એન્ટ્રી નોંધાઈ હતી, જ્યારે રૂમમાં ત્રણ લોકો રોકાયેલા હોવાનું સામે આવ્યું. પરિણામે હોટલ સંચાલક જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને તેમના પુત્ર વિનય ભાટિયા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ત્રણેય કશ્મીરી—જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાન, નયિમ બેગમ અને મોહંમદ નયિમ અઝીઝખાન—1 નવેમ્બરથી હોટલમાં રોકાયા હતા. સંચાલકે ફક્ત એક વ્યક્તિનું નામ જ રજિસ્ટરમાં લખ્યું હતું.
ભુજ એસઓજીના અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય પાસે જરૂરી પુરાવા છે, પરંતુ તેમની વિગતોની ખાતરી માટે જમ્મુ-કશ્મીર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે માહિતી મળી નથી, છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખી પૂછપરછ ચાલુ છે.
કચ્છ સરહદી જિલ્લો હોવાથી કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું ઉલ્લંઘન થતાં હોટલ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં બહારના લોકો ગેરકાયદેસર રીતે રોકાયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!