છરીના ઘા મારી યુવકને ઉતાર્યો મોતને ઘાટ
અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ ઢળી પડ્યો

યુવકને ઉતાર્યો મોતને ઘાટ

યુવકને ઉતાર્યો મોતને ઘાટ
સુરત શહેરમાં હવે ગુનાખોરી જાણે કે સાતમા આસમાને પહોંચી ગઈ છે. અહીંયા હત્યા જેવા બનાવો હવે વધતા જઈ રહ્યા છે. જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે વધુમાં ફરી સુરતમાં એક જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો શહેરના કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે. જેમાં કાપોદ્રાના મુરઘા કેન્દ્રની બાજુમાં આ હત્યા થઈ છે. જે યુવકની હત્યા થઈ છે તેનું નામ ગુલાબચંદ પાંડે હોવાનું સામે આવ્યું છે. જેમાં છરીના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને હુમલો કરીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
છરીના ઘા વાગવાના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નિપજ્યું હતું. જાહેરમાં બનેલા આ હત્યાના બનાવને લઈને રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, હત્યાની જાણ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમાં પોલીસે આ હત્યાને અંજામ આપનારા આરોપીઓની શોધખોળ આરંભી છે. જોકે જાહેરમાં બનેલા આ હત્યાના બનાવને લઈને લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે. સાથે જ આ હત્યાના બનાવને લઈને સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!