પત્ની જ બની પતિનો કાળ..
બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામે થયેલા ચોંકાવનાર હત્યાના મામલામાં lcb એ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે

બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામમાં પત્ની એ જ પતિનું ઢીમ ઢાળી દીધું

બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામમાં પત્ની એ જ પતિનું ઢીમ ઢાળી દીધું
બનાસકાંઠા: બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામે થયેલા ચોંકાવનાર હત્યાના મામલામાં lcb એ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. આ હત્યા અંગે તપાસ કરવામાં આવી રહી છે..ઘરકંકાશમાં પત્નીએ પતિની હત્યા કરી દીધી હતી. જો કે, lcb એ આરોપી પત્નીની ધરપકડ કરી છે અને જેલ હવાલે કરી છે
બસુ ગામના શ્રવણજી સરદારજી ઠાકોરનું 11 ડિસેમ્બરના રોજ રાત્રે શબ ખેતરમાંથી મળ્યું હતું. મૃતદેહના માથામાં ઇજા હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ, મૃતકના ભાઈએ છાપી પોલીસ મથક પર ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પરિવારના દબાવ પછી, હત્યાની ઘટના એલસીબીને સોંપી દેવામાં આવી હતી.
એલસીબીએ બસુ ગામે જઈ અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રથમ શંકા તેની પત્ની પર ગઈ હતી. જો કે, એલસીબીએ તેની પત્નીની પૂછપરછ કરી અને પૂછપરછમાં તેની પત્ની રેખા શ્રવણજી ઠાકોરે હત્યા કરી હોવાનું બહાર આવ્યું. ત્યારે ઘરકંકાશમાં 11 ડિસેમ્બરે રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેની પત્નીએ માથાના ભાગે દાતરડાના ઘા માર્યા હતા અને જે બાદ તેનો પતિ અર્ધ બેભાન થઈ જતા ખાટલાની દોરી થી ટૂંપો આપી અને હત્યા કરી હતી. ત્યારબાદ આ હત્યાને છુપાવવા માટે ઓરડીના ઉપરના ભાગે આવેલી લોખંડની એંગલ સાથે મૃતદેહ ને લટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી.
જો કે, એલસીબીની તપાસમાં અને મૃતકની પત્નીની પૂછપરછમાં તેની પત્નીએ ઘર કંકાશમાં હત્યા કરી દીધા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને આરોપી પત્નીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને પત્નીને જેલ હવાલે કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!