પાપનો ઘડો ભરાયો: રાજકોટમાં ડોક્ટરનું આયુષ્યમાન યોજનાના નામે કરોડોનું કૌભાંડ
સરકારે 6.54 કરોડ રૂપિયાનો દંડ ફટકારી લાયસન્સ એક વર્ષ માટે કર્યુ સસ્પેન્ડ

કૌભાંડી તબીબ

કૌભાંડી તબીબ
ગુજરાત મેડિકલ કાઉન્સિલે આયુષ્યમાન કૌભાંડમાં સંડોવાયેલા ડો. હિરેન મશરૂનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યુ છે. સરકારે 6.54 કરોડ રૂપિયાનો દંડ ફટકારી ગુજરાત મેડિકલ કાઉન્સિલને રિપોર્ટ કર્યો હતો. કૌભાંડી તબીબે સ્વસ્થ નવજાતને ગંભીર બીમાર બતાવી આયુષ્માન યોજનાના નામે ગરીબ પરિવારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા.
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં નિહિત બેબીકેર હોસ્પિટલ ચલાવતા ડો. હિરેન મશરૂએ માનવતાની તમામ હદ વટાવી નાખી હતી. નવજાત બાળકને તપાસ કરવા માટે લઈ જવાય એટલે સ્વસ્થ બાળકને પણ ગંભીર હાલત છે તેવા નકલી રિપોર્ટ બનાવી ખોટી રીતે દાખલ કરાતો હતો. આયુષ્માન કાર્ડ કઢાવી તેની કરોડોની આવક મેળવાતી હતી. નવજાતને ધાત્રી માતાથી દૂર રાખવા ફક્ત પૈસા જ કારણભૂત હતા. પણ કેહવાય છે કે પાપ છાપરે ચડી પોકારે છે. મશરૂનો પાપનો ઘડો ભરાયો અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
સરકરે રિપોર્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલને આપતા કાઉન્સિલે એક વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલની 21મીએ બેઠક મળી હતી જેમાં મશરૂએ કરેલા કાળા કરતૂતોની તપાસ રિપોર્ટ અને અન્ય કાગળો ચકાસ્યા હતા જેને આધારે નિર્ણય લેવાયો હતો કે તેમનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાશે. ડો.મશરૂએ પોતાની ડિગ્રી મેડિકલ કાઉન્સિલમાં જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ તે પોતાની જાતને ડોક્ટર ગણાવી શકશે નહીં તેમજ પોતાની નેમ પ્લેટમાં ડોક્ટર લખાવી પણ શકશે નહીં. સામાન્ય રીતે કોઇ ગેરરીતિ સબબ ડોક્ટરને બે માસથી છ માસ સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાય છે પણ એક વર્ષનો સમયગાળો ખૂબ મોટો ગણાય છે તેવું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલે કરેલા હુકમમાં મશરૂને 60 દિવસ આપવામાં આવ્યા છે. આ સમય દરમિયાન તેણે પોતાના હોસ્પિટલના તમામ વહીવટ સંકેલી, તમામ દર્દીઓને સારવારની વ્યવસ્થા કરવાની રહેશે. ત્યારબાદ 21 ડિસેમ્બર 2024 સુધીમાં પોતાની ડિગ્રી કાઉન્સિલને સબમિટ કરવાની રહેશે. આ ડિગ્રી તેમને 22 ડિસેમ્બર 2025માં પરત આપવામાં આવશે. ત્યાં સુધી મશરૂ પ્રેક્ટિસ તો દૂર પોતાના નામની આગળ ડોક્ટર પણ લખાવી કે પોતાની જાતને ડોક્ટર તરીકેની ઓળખ આપી શકશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!