CCTV ફૂટેજનો કાળો કારોબાર
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

CCTV ફૂટેજનો કાળો કારોબાર

CCTV ફૂટેજનો કાળો કારોબાર
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને રૂપિયા કમાતા ત્રણ લોકોને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી લીધા છે. હજી આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે પ્રયાગરાજથી પકડાયેલા આરોપીની ચેનલમાં કુંભના વીડિયો અપલોડ થયા હોવાની વિગતો સામે આવી છે. હવે આ વીડિયો તેણે જાતે ઉતાર્યા છે કે કોઈની પાસેથી મેળવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, આ સમગ્ર તપાસમાં અલગ અલગ 60થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાની શક્યતાના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રેકેટ એક વર્ષથી ચાલતું હતું, જેમાં અનેક સ્ત્રીઓના વીડિયો આ લોકોને વેચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ સમગ્ર મામલાની તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. આઠ મહિનામાં આરોપી લાખો રૂપિયા કમાયો હતો. આરોપી આ વીડિયોને ₹ 800 લઈને ₹ 2000 સુધીમાં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આઈપી એડ્રેસ પોલીસને મળ્યા છે તે રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના વીડિયો હેક કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વીડિયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો. આરોપીની ટેલિગ્રામ ચેનલમાં 100થી વધુ સબસ્ક્રાઇબર છે. હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતના વીડિયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા. પોલીસ પાસે અનેક જાણકારી સામે આવી છે જે મુજબ 2 અલગ અલગ થિયરી પર પોલીસ કામ કરી રહી છે. જેમાં પ્રથમ થિયરી મુજબ પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા અંગેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. બીજી થિયરીમાં ત્રણ આરોપી પાસે વીડિયો ક્યાંથી અને કેવી રીતે આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પાયલ હોસ્પિટલના CCTV વર્ષ 2024માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હતા. હોસ્પિટલમાં દર્દી દ્વારા સારવાર સમયે આક્ષેપ થતા CCTV લગાડવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!