શિક્ષકના સ્વાંગમાં શેતાન!
અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થીઓ સાથે આચર્યું દુષ્કર્મ

શેતાન શિક્ષક

શેતાન શિક્ષક
અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. અમરેલીના કુકાવાડા રોડ પર આવેલી શાળામાં શિક્ષકે બે વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા 8 દિવસથી આ હેવાઅન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. ફરિયાદ નોંધાતા અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના કુકાવાડની ભારતનગર પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો લાગ્યા છે. આરોપી શિક્ષક વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચારતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં ધોરણ 4ની 2 વિદ્યાર્થીઓને સાથે ગંદી હરકતો કરતાં રંગેહાથ ઝડપાયો છે. આરોપી શિક્ષક વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે.
ફરિયાદ બાદ અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!