પોરબંદરમાં 13 વર્ષની બાળા પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ
વિપુલ ગોહેલ નામના શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા

પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ

પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ
પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતાં મામલો સામે આવ્યો છે. માહિતી પ્રમાણે ગોહેલ વિપુલ નામના શિક્ષકે માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષણ જગતને શરમજનક ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.
મંડેર ગામે સરકારી શાળામાં ફરજ બજાવતાં વિપુલ ગોહેલ નામના શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા હોવાની જાણ પરિવારને કરતાં સમગ્ર મામલો માધવપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ શિક્ષકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં માધવપુર પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીની પર દુષ્કર્મ બનાવને લઇને શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. આ પોલીસનું કહેવું છે કે, ફરિયાદ બાદ વધુ માહિતી બહાર આવશે તેવી ભીતિ વર્તાઈ રહી છે. મંડેર ગામની શાળામાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાની વાત બહાર આવતા માધવપુર પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!