પાંડેસરામાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
પાંડેસરા બ્રિજ પાસે લટકતો મૃતદેહ મળ્યો, પત્ની-7 દીકરીઓનું રુદન

યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. જોકે, આ મામલે હાલ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય ઘેરું બન્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પરથી લટકતી હાલતમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગી હતી. મજુરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કાંતિભાઈએ જણાવ્યું કે, મૃતદેહ જે દોરી સાથે લટકી રહ્યો હતો, તે જ દોરીથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પાંડેસરા પોલીસને સોંપવામાં આવ્યો.
મૃતક પરિવારનો આધારસ્તંભ, પત્ની અને સાત દીકરીનું હૈયાફાટ રુદનપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ સંતોષ રાવ તરીકે થઈ છે. સંતોષ પાંડેસરા વિસ્તારમાં જ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં તેની પત્ની અને સાત દીકરી છે. સંતોષ ગેસની કંપનીમાં સિલિન્ડર લેવા-મૂકવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પત્ની તથા સાત દીકરીઓના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
મોતનું સાચું કારણ જાણવા પોલીસની ઊંડાણપૂર્વક તપાસમૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી. આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પાંડેસરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
સંબંધીના દાવા: દારૂ અને પૈસાની તકલીફ, પત્ની સાથે ઝઘડોમૃતક સંતોષના સંબંધી મુન્નાકુમારે જણાવ્યું હતું કે, સંતોષના સાથી મિત્રોએ તેને દારૂ પીવડાવ્યો હતો અને તેની પાસે રહેલા રૂપિયા પણ લઈ લીધા હતા, જેથી તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેમણે દાવો કર્યો કે છેલ્લા પાંચ દિવસથી તેની પત્ની સાથે પણ પગારના રૂપિયાને લઈને ઝઘડા થતા હતા, જેના કારણે તેણે દારૂ પીને ફાંસી લગાવી લીધી હોય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!