સુરત: ઉદ્યોગપતિની દાદાગીરી સામે પોલીસ મૌન
રોડ પર ફટાકડા ફોડી વાહનચાલકોને ધમકાવ્યા છતાં કાર્યવાહીમાં વિલંબ; ડુમસ પોલીસની નીતિ સામે રો

જાહેરમાં ફોડ્યા ફટાકડા પણ કાર્યવાહી નહી

જાહેરમાં ફોડ્યા ફટાકડા પણ કાર્યવાહી નહી
સુરતના ડુમસ વિસ્તારમાં રહેતા અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા નામી ઉદ્યોગપતિ દીપક ઇજારદાર ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયા છે. પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણીના ઉત્સાહમાં તેમણે જાહેર જનતાની સુરક્ષા અને કાયદાકીય મર્યાદાઓને નેવે મૂકી દીધી હતી.
શું છે સમગ્ર વિવાદ?ડુમસ લંગરથી પોલીસ સ્ટેશન તરફ જવાના મુખ્ય માર્ગ પર દીપક ઇજારદારે મધરાતે રોડ જામ કરીને આતશબાજી કરી હતી. આ દરમિયાન રસ્તો રોકવા બદલ જ્યારે એક કાર ચાલકે વિરોધ કર્યો, ત્યારે ઉદ્યોગપતિએ નમ્રતા બતાવવાને બદલે અત્યંત જોખમી ધમકી આપી હતી. વાયરલ વીડિયોમાં તેઓ સ્પષ્ટપણે કહેતા સંભળાય છે કે, જો રસ્તો માંગશો તો તમારી ગાડીની પેટ્રોલ ટાંકી પર જ ફટાકડા ફોડીશ.
પોલીસની કામગીરી સામે ગંભીર સવાલોઆ ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં સુરત પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સામાન્ય રીતે જો કોઈ મધ્યમ વર્ગીય નાગરિક જાહેર રોડ પર કેક કાપે કે ઉજવણી કરે, તો પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. પરંતુ અહીં એક વગદાર ઉદ્યોગપતિ હોવાથી પોલીસની નીતિ 'ઢીલી' હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ડુમસ પોલીસનું સત્તાવાર નિવેદનઆ મામલે ડુમસ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એન. ભરવાડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે:
બપોર બાદ આ વાયરલ વીડિયો પોલીસના ધ્યાન પર આવ્યો છે.
વીડિયોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હાલ તપાસ ચાલુ છે.
જાહેર માર્ગ પર ફટાકડા ફોડવા અને ધમકી આપવી એ કાયદાની વિરુદ્ધ છે, જેમાં જાહેરનામાના ભંગનો ગુનો બની શકે છે.
કયા સ્થળે અને કયા પ્રકારના ફટાકડા ફોડાયા તેની તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે.
નોંધનીય છે કે દીપક ઇજારદાર અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે અને તેમના વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સુલતાનાબાદના રહેવાસી અને જમીન લે-વેચ સાથે સંકળાયેલા આ વ્યક્તિની દાદાગીરી સામે હવે પોલીસ ખરેખર કડક હાથે કામ લેશે કે પછી તપાસના નામે મામલો થાળે પાડી દેવાશે, તે જોવું રહ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!