6 મહિના પહેલાં ઘડ્યો હતો પત્નીની હત્યાનો પ્લાન
શૂટરને 160 કિમીની ઝડપે દોડતી સ્પોર્ટ્સ બાઇક આપી, GPS ટ્રેકરથી પત્ની પર નજર રાખતો

પત્નીની હત્યાનો પ્લાન

પત્નીની હત્યાનો પ્લાન
સુરત નજીક કામરેજ ખાતે RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેના પતિ અને RTO ઈન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, નિકુંજ ગોસ્વામી એ માત્ર હત્યાની સોપારી જ આપી ન હતી, પરંતુ તેણે 6 મહિના પહેલાંથી જ સોનલ સોલંકીની હત્યા કરાવવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. એટલું જ નહિ, હત્યાના ગુનાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઈક પણ આપવામાં આવી હતી. ફાયરિંગ બાદના CCTV ફૂટેજ પણ પોલીસને મળ્યા છે, જેમાં ઈશ્વરપુરી એ જ બાઈક પર ઘટનાસ્થળેથી પૂરપાટ ઝડપે ફરાર થતો નજરે પડે છે.
36 જીવતી કારતૂસનો જથ્થો મળ્યો
પોલીસે આરોપી નિકુંજ ગોસ્વામીને રિમાન્ડ દરમિયાન તેના ઘરે તપાસ માટે લઈ જઈને મોટો પુરાવો મેળવ્યો છે. નિકુંજના પિતાની હાજરીમાં કરાયેલી તપાસમાં ઘરમાંથી 36 જીવતી કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો, જે જપ્ત કરવામાં આવ્યો છે. RTO ઇન્સ્પેક્ટર હોવા છતાં, નિકુંજ ગોસ્વામી હત્યાના પ્લાન બાદ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા માટે સતત કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડાઓ વાંચી રહ્યો હતો. પોલીસે આ તમામ પુસ્તકો પણ જપ્ત કર્યા છે, જે દર્શાવે છે કે, તેણે હત્યા બાદ કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર નીકળવાની પૂર્વતૈયારી કરી રાખી હતી. વધુમાં, નિકુંજ તેની પત્ની સોનલના દરેક લોકેશન પર નજર રાખવા માટે તેની કારમાં GPS ટ્રેકર પણ લગાવ્યું હતું, જે તેણે અડાજણ વિસ્તારમાંથી ખરીદ્યું હતું.
CCTV ફૂટેજ મજબૂત પુરાવો બન્યો
સુરત SP રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે હત્યાની કોશિશ માત્ર 6 નવેમ્બરના રોજ જ નહોતી થઈ. આરોપી નિકુંજનો મિત્ર અને શૂટર ઈશ્વરપુરી ગોસ્વામી 8 ઓક્ટોબરના રોજ પણ સોનલ સોલંકીની ગાડીનો પીછો કરતો અમદાવાદ સુધી ગયો હતો. નિકુંજે આપેલી 160 કિલોમીટર પ્રતિ કલાકની રફતારવાળી સ્પોર્ટ્સ બાઇક પર ઈશ્વરપુરીએ લાંબો પીછો કર્યો, પરંતુ યોગ્ય તક ન મળતાં તે સમયે ફાયરિંગ કર્યા વિના પાછો ફર્યો હતો. 6 નવેમ્બરના ફાયરિંગ બાદ ફરાર થતા શૂટર ઈશ્વરપુરીનો CCTV ફૂટેજ કેસમાં મજબૂત પુરાવો બન્યો છે.
11 દિવસ વીત્યા છતાં ગંભીર અને બેભાન
પોલીસે ગુનામાં વપરાયેલી નંબરપ્લેટ વગરની હ્યુન્ડાઈ ઈયોન કાર પણ જપ્ત કરી છે, જેનો ઉપયોગ નિકુંજે શૂટરને પિકઅપ કરવા માટે કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસે શૂટર ઈશ્વરપુરીની થાણે ખાતે પણ તપાસ કરી, જ્યાં તેણે જનતા બજારમાંથી ગુના માટે એક મોબાઈલ ફોન અને 3 સિમકાર્ડ ખરીદ્યાં હોવાની ખરાઈ થઈ છે. આ ગંભીર બનાવને 11 દિવસ વીતી ગયા હોવા છતાં RFO સોનલ સોલંકી હજી પણ ગંભીર અને બેભાન અવસ્થામાં છે, અને 10થી વધુ ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!