સુરતની મહિલા પોલીસકર્મીએ અગમ્ય કારણ સર ટુકાવ્યું જીવન
'જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ હવે જીવવું ગમતું નથી' મહિલા પોલીસકર્મીની ડાયરીમાં રાખેલી સુસાઈડ નોટ મળી આવી

પોલીસકર્મીએ ટુકાવ્યું જીવન

પોલીસકર્મીએ ટુકાવ્યું જીવન
સુરતમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે,પોલીસ કર્મચારી શેતલ ચૌધરીએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું છે, મૃતક કોન્સ્ટેબલે અઠવાલાઇન્સ સ્થિત બસેરા હાઉસમાં આપઘાત કર્યો છે, તો પોલીસે આ મામલે મૃતક મહિલાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને વધુ તપાસ હાથધરી છે.
મહિલા પોલીસકર્મીએ ઘરમાં ગળેફાંસો ખાધો
સુરત એરપોર્ટ પર ફરજ બજવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ શેતલ ચૌધરીએ આપઘાત કરી લેતા સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો,મહિલા ઘરે એકલી હતી તે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો છે,મહિલા પાસેથી હજી સુધી કોઈ સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી નથી,હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,મૃતદેહનું પીએમ થઈ ગયું છે અને પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે, મહિલાનો મોબાઈલ ફોન પોલીસે વધુ તપાસ માટે જપ્ત કર્યો છે.
પોલીસને મળી એક ચીઠ્ઠી
સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. મૃતકે લખી હોવાની મનાતી એક સુસાઈડ નોટ પોલીસે કબજે કરી છે. જેમાં લખ્યું છે કે, 'જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હવે ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી.' સુરત પોલીસે મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. સાથે આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.
મૃતક શેતલ ચૌધરીના ઘર પરથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખ્યું છે કે, 'જીવન જીવવાના ઘણા પ્રયાસો કર્યા પણ હવે ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી' પોલીસે હાલ સુસાઈડ નોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમી નોકરી છોડવા માટે દબાણ કરતો હતો
પાલડી પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા લલિતા પરમારે થોડા દિવસો પહેલાં વાસણા ખોડિયારનગર ખાતે ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. બાદમાં આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસકર્મી લલિતા પરમારે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ગામમાં રહેતા જશવંત નામનો પ્રેમી સતત વીડિયો કોલ અને ફોન કરતો હતો. તે અન્ય કોઈ સાથે વાત ન કરવા માટે સતત ધમકી આપતો હતો. પ્રેમી નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો.
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાને લઈને શેતલના પરિવારજનો અનેક પ્રશ્નો વચ્ચે અટવાઈ ગયા છે. શેતલ ની બહેન કાજલે જણાવ્યું કે શેતલ કોઇક સાથે વારંવાર ફોન પર વાત કરતી હતી, પણ કોની સાથે અને શું વાતચીત થતી હતી એ જાણી શકાયું નથી, કારણ કે તેનો ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. પરિવાર અને પોલીસ બંને હવે આ પાસેથી કોઈ સંકેત મળી શકે છે કે નહીં એ શોધી રહ્યા છે.
આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં
01-માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનો માં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે.
02-સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે.
03-સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય.
04-બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!