Surat માં બુટલેગરનો જાહેરમાં છરી વડે કેક કાપવાનો સ્ટંટ, Video Viral થતા જેલભેગા!
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઉત્રાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી...

સુરતમાં બુટલેગરનો બેફામ સ્ટંટ...

સુરતમાં બુટલેગરનો બેફામ સ્ટંટ...
સુરત (Surat)માં ગુનેગારોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. શહેરના મોટાવરાછા વિસ્તારમાં એક બુટલેગરે જાહેરમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી, એટલું જ નહીં, છરી વડે કેક કાપીને કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ઉત્રાણ પોલીસ સફાળી જાગી અને તાત્કાલિક કાર્યવાહી કરીને બુટલેગર અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે.
જાહેરમાં કાયદાનો ઉડાવ્યો ધજાગરો...
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બુટલેગર ધવલ રાઠોડ અને તેના સાગરીતો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન ધવલ રાઠોડ બેફામ બનીને મોટી છરી વડે કેક કાપી રહ્યો છે, જે કમિશનરના જાહેરનામાનો સીધો ભંગ છે. આવા દ્રશ્યો ગુનેગારોમાં કાયદા પ્રત્યેનો અણઆવરો અને પોલીસની ઢીલી પકડ દર્શાવે છે. જોકે, આ વીડિયો વાયરલ થતા જ લોકોમાં રોષ વ્યાપી ગયો અને પોલીસે કાર્યવાહી કરવા મજબૂર બનવું પડ્યું.
આ પણ વાંચો : હાઈ-પ્રોફાઈલ ગોંડલ દુષ્કર્મ, પૂર્વ MLA, પુત્ર અને ટોચના PI સામે ફરિયાદ, કોર્ટે CCTV ફૂટેજ માંગ્યા!
ઉત્રાણ પોલીસની કાર્યવાહી...
વીડિયો વાયરલ થયા બાદ, ઉત્રાણ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને બુટલેગર ધવલ રાઠોડ અને તેના એક સાગરીતને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને ઈસમોની ધરપકડ કરીને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઘટના દર્શાવે છે કે, ગુનેગારોને જાહેરમાં કાયદાનો ભંગ કરવાની હિંમત ક્યાંથી મળે છે. પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, માત્ર વીડિયો વાયરલ થાય ત્યારે જ નહીં, પરંતુ સતત પેટ્રોલીંગ અને બાતમીદારો દ્વારા આવા કૃત્યો અટકાવવા જોઈએ. સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ વધુ સક્રિય બનવાની જરૂર છે.
આ પણ વાંચો : Rajkot એરપોર્ટમાં ભ્રષ્ટાચારની ગંધ? પ્રથમ વરસાદે જ લીક થયું ટર્મિનલ, યાત્રીઓના સામાન પલળ્યા!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.