સુરત: મોટા વરાછામાં BBAના વિદ્યાર્થી પર હુમલો
જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવી 15 યુવકોએ વિદ્યાર્થીને ફટકાર્યો

વિદ્યાર્થી પર હુમલો

વિદ્યાર્થી પર હુમલો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક કોલેજિયન વિદ્યાર્થી પર જૂની અદાવત રાખીને 15 થી વધુ યુવકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, સુરત પોલીસે આ મામલે કડક વલણ અપનાવી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓ સહિત 11 શખ્સોની ધરપકડ કરી લીધી છે.
સમાધાનના બહાને ઘાતકી ખેલ :
મોટા વરાછાના પ્લેટિનિયમ પોઈન્ટ પાસે બનેલી આ ઘટનામાં ભોગ બનનાર પ્રીત પ્રદીપભાઈ ઘોઘારી નામના BBA ના વિદ્યાર્થીને અગાઉ રાહુલ ગોસ્વામી નામના યુવક સાથે વિવાદ થયો હતો. આ વિવાદનું સમાધાન કરવા માટે પ્રીતને બોલાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં અગાઉથી જ તૈયારી કરીને બેઠેલા રાહુલ અને તેના 15 થી વધુ સાથીઓએ લાકડીઓ, ક્રિકેટના સ્ટમ્પ અને દંડા વડે પ્રીત પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ વિદ્યાર્થીને રસ્તા પર પાડી દઈને નિર્દયતાપૂર્વક લાતો મારી હતી, જેમાં તેને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રીતને બચાવવા ગયેલા તેના અન્ય ત્રણ મિત્રોને પણ ટોળાએ નિશાન બનાવ્યા હતા.
પોલીસની કડક કાર્યવાહી :
જાહેર રોડ પર થયેલી આ મારામારીને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઉત્રાણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી તપાસ તેજ કરી હતી. પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. શહેરમાં શાંતિ જાળવવા અને આવા અસામાજિક તત્ત્વોમાં કાયદાનો ડર પેદા કરવા માટે પોલીસ આ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!