તથ્ય પટેલ કેસમાં સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જ ફ્રેમની કાર્યવાહી ત્રણ અઠવાડિયામાં પૂર્ણ કરવાનું નિર્દેશ

ઇસ્કોન બ્રિજ અકસ્માત

ઇસ્કોન બ્રિજ અકસ્માત
અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. 9 લોકોના જીવ ગયેલા આ ભયાનક અકસ્માતમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતની ટ્રાયલ કોર્ટને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કેસમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે.
હવે અમદાવાદની સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલ સામેની કાર્યવાહી ઝડપથી હાથ ધરાશે. આ નિર્ણય બાદ ટ્રાયલમાં નવી ગતિ આવશે.
સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમની પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ. આ આદેશથી સ્પષ્ટ થાય છે કે ન્યાયપ્રક્રિયાને બિનજરૂરી રીતે વિલંબિત કરી શકાશે નહીં અને સમયસર ન્યાય આપવો અનિવાર્ય છે.
આ કેસના ત્રણ વર્ષ બાદ હવે ચાર્જ ફ્રેમ થવા જઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપથી તથ્ય પટેલ સામેની કાયદાકીય કાર્યવાહી વધુ ઝડપથી આગળ વધશે. કોર્ટની આ ચેતવણી પીડિત પરિવારો માટે ન્યાયની આશાનું કિરણ બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!