પેટ્રોલ પંપના માલિકનો 2 દીકરીઓ સાથે આપઘાત
2 નાની દીકરીઓને આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા

2 દીકરીઓ સાથે આપઘાત

2 દીકરીઓ સાથે આપઘાત
ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામના રહેવાસી અને કલોલના વડસર સહિત અન્ય 2 સ્થળોએ પેટ્રોલ પંપ માલિક તરીકેની ઓળખ ધરાવતા ધીરજભાઈ રબારી ગતરોજ સવારે પોતાની 2 નાની દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું બહાનું આપીને પોતાની ગાડી લઈને ઘરેથી નીકળ્યા હતા. મોડી સાંજ સુધી તેઓ પરત ન ફરતા પરિવારજનોએ ગભરાઈને ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ધીરજ રબારીના આપઘાતના પ્રયાસની આશંકા સાથે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
નર્મદા કેનાલમાંથી બન્ને દીકરીઓના મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન ધીરજભાઈએ મોડેથી પોતાના મોબાઈલનો પાસવર્ડ અને ગાડીનું લોકેશન પરિવારને મોકલી આપ્યું હતું. આ લોકેશન શેરીસા નજીક નર્મદા કેનાલનું હોવાથી તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કેનાલમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ગઈકાલે રાત સુધી ત્રણેયની કોઈ ભાળ મળી ન હતી. આજે સવારે પરિસ્થિતિમાં વળાંક આવ્યો, જ્યારે કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા પિયજ ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી બન્ને દીકરીઓના મૃતદેહ મળી આવતા રબારી સમાજમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: ગીર સોમનાથ-દ્વારકાના બે ખેડૂતોએ આપઘાત કર્યો
મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી
સાંતેજ પોલીસ સ્ટેશનના PI એસ. આર. મૂછાળએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ધીરજ રબારીનો આપઘાતનો ઈરાદો હોવાનું જણાય છે, કારણ કે તેમની બન્ને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે. ધીરજ રબારીની શોધખોળ હજી પણ ચાલુ છે, જ્યારે બન્ને દીકરીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધીરજ રબારી સુખી-સંપન્ન પરિવારમાંથી આવે છે અને તેમને 3 પેટ્રોલ પંપ માલિક તરીકેનો વ્યવસાય હોવા છતાં આટલું ગંભીર પગલું કેમ ભર્યું, તે અંગેના સાચા કારણની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.