શેરબજારે પરિવારને પીંખી નાખ્યો, પત્ની અને પુત્રની હત્યા કરી પતિનો આપઘાતનો પ્રયાસ
શેરબજારમાં પૈસા ડુબી જતાં હરેશ વાઘેલાએ પત્ની અને પુત્રને મારી નાખ્યા

શેરબજારમાં પૈસા ડુબી જતાં હરેશ વાઘેલાએ પત્ની અને પુત્રને મારી નાખ્યા

શેરબજારમાં પૈસા ડુબી જતાં હરેશ વાઘેલાએ પત્ની અને પુત્રને મારી નાખ્યા
ગુજરાતના ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. સરગાસણમાં એક વ્યક્તિએ તેની પત્ની અને પાંચ વર્ષના પુત્રની હત્યા કરી દીધી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેરબજારમાં દેવામાં ડૂબેલા એક પતિએ તેના 5 વર્ષના પુત્ર અને પત્નીની હત્યા કરી અને પછી પોતાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. પોલીસે મહિલા અને બાળકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
પતિ હરેશ વાઘેલાએ નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો છે,તો 5 વર્ષીય પુત્ર ધ્રુવને તિજોરી સાથે માથુ અથડાવી હત્યા કરી અને પત્ની આશાબેનની હત્યા કરી નાખી છે. પોલીસને સ્થળ પરથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે જેમાં શેરબજારમાં નાણાં ડૂબવાનું કારણ દર્શાવાયું છે અને તેના કારણે જ પત્ની અને પુત્રની હત્યા કરી હોવાની વાત સામે આવી છે,પોલીસ પતિની પૂછપરછ કરીને વધુ તપાસ હાથધરશે.
મળતી માહિતી મુજબ, હરેશભાઈ કનુભાઈ વાઘેલા સલૂનની દુકાનમાં નોકરી કરે છે. તેમનાં પત્ની આશાબેન વાઘેલા રસોઈ કામ દ્વારા આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેમનો પાંચ વર્ષનો દીકરો ધ્રુવ વાઘેલા જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. મૂળ સુરેન્દ્રનગરનો આ પરિવાર છેલ્લા દોઢેક વર્ષથી શ્રીરંગ નેનોસિટી 1 સરગાસણ ખાતે રહેતો હતો.ઈન્ફોસિટી પોલીસ અને એફએસએલની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આશાબેનની ગળે ટૂંપો દઈ આશાબેનની હત્યા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં પોલીસે 13 મહિના પછી એક મહિલાની હત્યાનો રહસ્ય ઉકેલી નાખ્યો હતો અને આરોપીની ધરપકડ કરી. આરોપી પોલીસ સમક્ષ હાજર હતો, પરંતુ પુરાવાના અભાવે તે લાંબા સમય સુધી બચતો રહ્યો હતો. મૃતક મહિલાની ઓળખ દયા સાવલિયા (35) તરીકે થઈ છે. દયા સાવલિયા 2 જાન્યુઆરી, 2024 થી ગુમ હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!