શેરબજાર કૌભાંડ: EDએ કરોડોનું સોનું-ચાંદી જપ્ત
હિમાંશુ ભાવસારે ઉંચા વળતરની લાલચ આપી આચરી હતી છેતરપિંડી, 110 કિલો ચાંદી અને રોકડ જપ્ત કરાઈ

ED શેરબજાર છેતરપિંડી

ED શેરબજાર છેતરપિંડી
શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી સામાન્ય રોકાણકારો સાથે છેતરપિંડી આચરનારાઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લાલ આંખ કરી છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કરોડો રૂપિયાની ગુનાહિત સંપત્તિ મળી આવી છે, જેમાં મોટા પ્રમાણમાં સોનું, ચાંદી અને રોકડનો સમાવેશ થાય છે.
કૌભાંડની મોડસ ઓપરેન્ડી :
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીએ મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો શરૂ કરી હતી. અહીં ટેલીકોલર્સ દ્વારા સામાન્ય લોકોને ફોન કરીને શેરબજારમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં મોટો ફાયદો થશે તેવી લાલચ આપવામાં આવતી હતી. જોકે, રોકાણકારો પાસેથી ઉઘરાવેલા નાણાં ક્યારેય શેરબજારમાં રોકવામાં આવ્યા નહોતા, પરંતુ આરોપીઓ તેનો વ્યક્તિગત વૈભવ માટે ઉપયોગ કરતા હતા.
ED દ્વારા જપ્ત કરાયેલી મિલકતોની વિગતો તપાસ દરમિયાન EDએ નીચે મુજબની સંપત્તિ જપ્ત કરી છે:
ચાંદીની લગડી: 110 કિલો (આશરે કિંમત ₹2.4 કરોડ)
સોનાની લગડી: 1.296 કિલો (આશરે કિંમત ₹1.7 કરોડ)
ચાંદીના દાગીના: 39.7 કિલો
રોકડ: ₹38.8 લાખ ભારતીય ચલણ અને ₹10.6 લાખનું વિદેશી ચલણ
SEBI ના નિયમોનું ઉલ્લંઘન :
આરોપી હિમાંશુ ભાવસાર પાસે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું પ્રમાણપત્ર હોવા છતાં, તેણે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ અને દલાલ સ્ટોક્સ એડવાઇઝરી જેવી બિનઅધિકૃત કંપનીઓ ચલાવી હતી. આ કંપનીઓ પાસે SEBI નું કોઈ માન્ય રજિસ્ટ્રેશન નહોતું.
મહેસાણાના ખેરાલુમાં નોંધાયેલી ફરિયાદ બાદ EDએ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલી 7 FIR મુજબ અંદાજે ₹10.87 કરોડની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!