જેનાથી પોલીસવાળા અને બુટલેગરો ફફડે છે તે SMC એ 2 વર્ષમાં છોતરા કાઢી નાંખ્યા..
બોટાદ જિલ્લામાં તો SMC એ હાહાકાર મચાવ્યો..

બોટાદ જિલ્લામાં તો SMC એ હાહાકાર મચાવ્યો..

બોટાદ જિલ્લામાં તો SMC એ હાહાકાર મચાવ્યો..
રાજ્યમાં દારુબંધી હોવા છતાં પ્રોહિબીશનના ગુનાઓ સતત નોંધાઇ રહ્યા છે અને બુટલેગરો બિન્ધાસ્ત બનીને પોલીસની સાંઠગાંઠમાં રાજ્યમાં દર વર્ષે કરોડોનો દારુ ઠાલવી રહ્યા છે. ગુજરાતનો એક પણ ખુણો નહીં હોય જ્યાં વિદેશી કે દેશી શરાબ મળતો ના હોય. સ્થાનિક પોલીસની મીલિભગતથી દારુનો વેપલો બેફામ ચાલી રહ્યો છે અને તેને નાથવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ સતત કાર્યરત છે. સ્ટેટ મોનીટરીંગ સેલે 2023થી અત્યાર સુધીમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ કુલ 978 ગુનાઓ, જુગાર ધારા હેઠળ કુલ 230 ગુનાઓ તેમજ ખનિજ ચોરી, કેમિકલ ચોરી જેવા 50 ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી કરી છે . એસએમસીના વારંવાર પડતા દરોડ઼ાથી હવે પોલીસવાળા અને બુટલેગરો ફફડી રહ્યા છે અને એસએમસીનું નામ પડતાં જ ધ્રુજી ઉઠે છે. જો એસએમસી ની રેઇડ પડે તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરાઇ રહી છે.
બોટાદ જિલ્લામાં દારૂ વેચનાર ઉપર દરોડા પાડવા બાબતે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ગૃહ રાજ્ય મંત્રી વતતી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં. 31/01/2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ દરોડા પાડી રૂ .58.66 લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. જે અનુસંધાને જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર ખાતાકીય પગલા લેવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલે કરેલી કામગીરી અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે ઉમેર્યું કે, સ્ટેટ મોનીટરીંગ સેલ એ રાજ્યના પોલીસ વડાના નિયંત્રણ હેઠળનો અને સીધા જ સુપરવિઝન હેઠળ કામ કરતો રાજ્ય સરકારનો સ્વાયત સેલ છે. SMC દ્વારા વર્ષ 2023 થી અત્યાર સુધીમાં પ્રોહીબીશન ધારા હેઠળ કુલ 978 ગુનાઓ દાખલ કરી 104.61 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જુગાર ધારા હેઠળ કુલ 230 ગુનાઓ દાખલ કરી રૂ.7.69 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બીજી તરફ ગેસ ચોરી, ખનિજ ચોરી, ખાતર ચોરી, કેમિકલ ચોરી, સળીયા ચોરી જેવા વિવિધ 50 ગુનાઓ દાખલ કરી રૂ.139.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં, 115 નાસતા-ફરતા આરોપીઓને પણ પકડી પાડ્યા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશન આપવા પાછળના કારણો અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો જવાબ આપતા મંત્રીએ કહ્યું કે, અમુક ગુનાઓ એવા હોય છે કે જેનો વ્યાપ એક કરતા વધારે જીલ્લાનો કે સમગ્ર રાજ્યનો હોય છે. આવા ગુનાની તપાસ માટે રાજ્ય સ્તરના પોલીસ સ્ટેશનની જરૂરીયાત પડે છે. ઉપરાંત નાર્કોટીક્સ સહિતના કેટલાક કેસોમાં ગુપ્તતા રહે તે પણ જરૂરી છે. તેથી મુખ્યમંત્રીની સૂચનાથી 31/01/2025ના રોજ સમગ્ર રાજ્યના કાર્યક્ષેત્રને આવરી લેતા સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે.
જે દિવસે આ પોલીસ સ્ટેશન કાર્યરત થયુ તે જ દિવસે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકીના 10 ગેંગના સભ્યો વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી, દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત તાજેતરમાં જ બે નાઈજીરીયન નાગરીકને પ્રતિબંધિત ડ્રગ્સ(કોકેઈન) 149.510 ગ્રામ, કિં.રૂ.14951000 સાથે પકડી પાડી, (NDPS) એક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!