ACBએ SRPF ASI અને AMC સુપરવાઇઝરને લાંચ લેતા ઝડપ્યા
ગિફ્ટનું બિલ પાસ કરવા 30% કમિશન માંગ્યું; ACBએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા રંગેહાથ પકડ્યા

SRPનો ASI અને AMCનો સુપરવાઇઝર લાંચ લેતા ઝડપાયા

SRPનો ASI અને AMCનો સુપરવાઇઝર લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ ACBએ લાંચ લેવાના એક કેસમાં ગોધરાના SRP ગ્રુપ-5માં ફરજ બજાવતા ASI રોશન કુમાર ભુરિયા અને તેના વતી લાંચ લેનાર AMCના સુપરવાઇઝર પ્રિન્સ ડામોરની ધરપકડ કરી છે.
ASI રોશન ભૂરિયા, જે SRP ગ્રુપ-5ની કર્મચારી ધિરાણ ગ્રાહક સહકાર મંડળીના મંત્રી પણ છે, તેમણે મંડળીના સભ્યો માટે 670 નંગ ગિફ્ટ આર્ટીકલનો ઓર્ડર આપ્યો હતો. આ ગિફ્ટનું કુલ બિલ ₹8.37 લાખ બન્યું હતું. આ બિલ પાસ કરવા માટે રોશન ભૂરિયાએ ગિફ્ટનું કામ કરનાર વેપારી (ફરિયાદી) પાસેથી બિલની રકમના 30 ટકા લેખે કુલ ₹2.51 લાખની લાંચ માંગી હતી.
ફરિયાદીએ લાંચની આ રકમ ન આપવી હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જોકે, અગાઉ ફરિયાદીએ રકઝક બાદ ASI રોશન કુમારના કહેવાથી કોન્ટ્રાક્ટ પરના સોલિડ વેસ્ટ કલેક્શન વિભાગના સુપરવાઇઝર પ્રિન્સ ડામોરને ₹97,000 રોકડા ચૂકવી દીધા હતા અને બાકીના ₹1.44 લાખની લાંચ લેવા પ્રિન્સ ડામોરને બોલાવી પકડી પાડ્યો હતો
ACBનું ટ્રેપ ઓપરેશન
ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ બાકીની લાંચની રકમ લેવા માટે રોશન કુમારને તેમની જ નહેરુ બ્રિજ ખાતે આવેલી ઓફિસ, નેપ્ચ્યુન હાઉસમાં બોલાવ્યા હતા. રોશન કુમાર વતી લાંચ લેવા માટે પ્રિન્સ ડામોર ત્યાં પહોંચતા ACBએ તેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ ACBએ મુખ્ય આરોપી ASI રોશન કુમાર ભૂરિયાને વિશાલા પાસેથી ઝડપી પાડ્યા હતા. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આર્થિક વ્યવહારો અને લાંચની રકમ પાછળના કાવતરા અંગે વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!