બ્લુ MD ડ્રગ્સ ફેક્ટરીનો SOGએ કર્યો પર્દાફાશ
સુરતના પર્વત પાટિયામાં કેમિસ્ટ્રી એક્સપર્ટ્સ ચલાવતા હતા બ્લુ MD ડ્રગ્સની ફેક્ટરી

ડ્રગ્સ ફેક્ટરી

ડ્રગ્સ ફેક્ટરી
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની આડમાં ચાલતા એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાં હાઈ પ્યુરિટી 'બ્લુ ક્રિસ્ટલ મેફેડ્રોન' ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. નવાઈની વાત એ છે કે આ રેકેટ કોઈ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કેમિસ્ટ્રીના નિષ્ણાતો અને ઉચ્ચ શિક્ષિત યુવાનો ચલાવી રહ્યા હતા.
લંડન કનેક્શન અને કેમિસ્ટ્રી માસ્ટર્સનું કાવતરું :
આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કનું સંચાલન લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ જનક જાદાણી કરતો હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બ્રિજેશ ભાલોડિયા નામનો શખ્સ સુરતની પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે. તેની સાથે માલિબા કોલેજના અન્ય બે સ્નાતક યુવાનો પણ આ કાળા કારોબારમાં જોડાયેલા હતા. આ યુવાનો પોતાની કેમિકલ વિજ્ઞાનની જાણકારીનો ઉપયોગ કરી પ્રતિબંધિત MD ડ્રગ્સ તૈયાર કરતા હતા.
સોશિયલ મીડિયા દ્વારા વેચાણ અને આધુનિક પદ્ધતિ :
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ છેલ્લા બે મહિનામાં 5 કિલોથી વધુ ડ્રગ્સ બનાવીને વેચી દીધું છે. આ 'બ્લુ ક્રિસ્ટલ' ડ્રગ્સ હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં ખૂબ જ લોકપ્રિય હતું અને તેની ગુણવત્તાના આધારે ઊંચી કિંમત વસૂલવામાં આવતી હતી. પોલીસથી બચવા માટે આરોપીઓ ગ્રાહકો સાથે સંપર્ક કરવા ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા.
દરોડામાં લાખોનો મુદ્દામાલ જપ્ત :
SOG એ પર્વત પાટિયાની 'ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી' પર દરોડા પાડીને તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ, જ્વલનશીલ કેમિકલ્સ, વેક્યૂમ ઓવન અને પંપ સહિત કુલ 2.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઓપરેશન 1 જાન્યુઆરીએ પકડાયેલા એક યુવકની કબૂલાત બાદ શરૂ કરવામાં આવ્યું હતું, જેણે આખરે આ આખી ફેક્ટરી સુધી પહોંચવાની કડી પૂરી પાડી હતી. હાલમાં પોલીસ લંડન બેઠેલા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય