બસ સ્ટેન્ડ પર મદદ લેવી ભારે પડી: યુવતીની હત્યા
લગ્નની લાલચે પ્રેમીએ બોલાવી દુષ્કર્મ આચર્યું, તે જ દિવસે મદદ કરવા આવેલા શખ્સે કરી હત્યા..

પ્રેમીએ જ બોલાવી દુષ્કર્મ આચર્યું

પ્રેમીએ જ બોલાવી દુષ્કર્મ આચર્યું
ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક 23 વર્ષીય યુવતીને તેના જ પ્રેમીએ દગો આપ્યો અને ત્યારબાદ મદદના બહાને આવેલા અન્ય એક શખ્સે તેની સાથે હેવાનિયત ગુજારી તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી મારી નાખી હતી. પોલીસે આ મામલે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પ્રેમીએ જ આચર્યું દુષ્કર્મ
જગતસિંહપુરના એસપી અંકિત કુમાર વર્માએ જણાવ્યું કે, યુવતી તેના પ્રેમી સાથે ભાગી જવાના ઈરાદે ઘરેથી નીકળી હતી. પ્રેમીએ તેને મંદિરે આવવાનું કહી લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
જોકે, પ્રેમી તેને એક બંધિયાર સ્થળે લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને રહામા બસ સ્ટેન્ડ પાસે એકલી મૂકીને ફરાર થઈ ગયો હતો.
બસ સ્ટેન્ડ પર અસહાય હાલતમાં ઉભેલી યુવતીને જોઈને ઝારખંડનો એક શખ્સ તેની મોટરસાયકલ પર ત્યાં આવ્યો અને તેને મદદ કરવાની ઓફર કરી. તે યુવતીને પારાદીપમાં તેના ભાડાના મકાન પર લઈ ગયો.
ત્યાં તેણે યુવતી સાથે ફરીથી દુષ્કર્મ આચર્યું અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેને ધાબા પરથી નીચે ફેંકી દીધી. બીજા દિવસે સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
સુરક્ષા પર સવાલ
આ ઘટના બાદ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, "હજી કેટલા નિર્દોષ જીવ જશે?
સગીર બાળકીઓથી લઈને દિવ્યાંગ મહિલાઓ સુધી કોઈ સુરક્ષિત નથી." તેમણે સરકાર પાસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!