સુરતના સરથાણા વિસ્તારમાં આરટીઓ દંડની નકલી રશીદનું કૌભાંડ ઝડપાયુ
સુનિલ પંડિત નામનો શખ્સ દંડની નકલી રશીદ બતાવી વાહનો છોડાવી આપતો હતો

સરથાણા પોલીસે એક રિક્ષાચાલકની

સરથાણા પોલીસે એક રિક્ષાચાલકની
સુરતમાં આરટીઓના દંડની નકલી રશીદ બતાવીને વાહનો છોડાવવાના કૌભાંડનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કાપોદ્રા વિસ્તારનો સુનિલ પંડિત દંડની નકલી રશીદ બતાવી વાહન ચાલકો પાસેથી 6 થી 10 હજાર રૂપિયા લઈ વાહનો છોડાવી આપતો હતો. સરથાણા પોલીસે એક રિક્ષાચાલકની ધરપકડ કરી સુનિલ પંડિતને વોન્ટેડ જાહેર કરી પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.
સરથાણા ટ્રાફિક પોલીસે એક રીક્ષા ડિટેઇન કરી હતી. રજિસ્ટરમાં રીક્ષાની વિગતો ચેક કરતાં ચાલકનું નામ અને મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન નકલી રશીદનો મામલો સામે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, સુરત RTO દંડની નકલી રશીદ કાપોદ્રા વિસ્તારનો સુનિલ પંડિત બનાવતો હતો. સુનિલ પંડિત વાહનચાલકો પાસેથી 6 હજારથી 10 હજાર રૂપિયા લેતો હતો અને નકલી દંડ ભરેલી રશીદ ડિટેઇન થયેલું વાહન છોડાવી આપતો હતો.
સરથાણા પોલીસે કાપોદ્રા વિસ્તારના રિક્ષાચાલક ક્રિષ્ના મેઘસીંગ કુશ્વાહની ધરપકડ કરી છે. નવેમ્બર 2024માં તે પોતાના બનેવીની રિક્ષા લાયસન્સ વિના ચલાવતા પકડાયો હતો. ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઇન કરી સરથાણા ગોડાઉનમાં મૂકી દીધી હતી. વાહન છોડાવવા માટે ક્રિષ્નાએ સુનિલ પંડિત પાસે 6 હજાર નકલી દંડ ભરેલી રશીદ બનાવડાવી હતી. આ માટે ક્રિષ્નાએ 1,500 રૂપિયા પહેલાં ચૂકવ્યા હતા અને બાકીના 4,500 રૂપિયા રિક્ષા છોડાવ્યા પછી આપવાનો વાયદો કર્યો હતો.
ક્રિષ્ના કુશ્વાહ ટ્રાફિકના ગોડાઉન પર ગયો ત્યારે સુનિલ પંડિતે તેને નકલી રશીદ આપી હતી. ક્રિષ્નાએ નકલી રશીદ ટ્રાફિક પોલીસને બતાવી વાહન છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને શંકા જતાં ક્યુઆર કોડ સ્કેન કરતા કોઈ ડેટા દેખાયો નહોતો. તેથી રશીદ નકલી હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે પૂછપરછ કરતા ક્રિષ્નાએ કબૂલાત કરી હતા કે નકલી રશીદ સુનિલ પંડિતે આપી છે અને તે ગોડાઉનની બહાર ઊભો છે. પોલીસે તેને બોલાવવાનું કહેતાં સુનિલ પંડિત અને ક્રિષ્ના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા.
સુરત પોલીસ દ્વારા મુખ્ય આરોપી સુનિલ પંડિતને પકડવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. આ રેકેટમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં તે માટે પોલીસે ક્રિષ્નાના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. ત્યારે ક્રિષ્નાની પૂછપરછમાં આરટીઓના દંડની નકલી રશીદ કૌભાંડમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!