સાંતલપુર મામલતદાર આપઘાત પ્રયાસ, 11 સામે ગુનો
થરાદ પોલીસે મામલતદારના ભાણેજ સહિત 11 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

મામલતદાર ડી.ડી.પંડ્યાએ વીડિયો બનાવી સુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો

મામલતદાર ડી.ડી.પંડ્યાએ વીડિયો બનાવી સુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મામલતદાર ડી.ડી.પંડ્યાએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. તેઓ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં મામલતદારે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમના ભાણેજ સહિત આઠ જેટલાં શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. થરાદ પોલીસે 11 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મામલતદાર પંડ્યાએ સુસાઈડ નોટમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યુ કે તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા હતા. આ ષડયંત્રમાં તેમના ભાણેજ કિશન પંડ્યા સહિત 8 લોકો સામેલ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ લોકો તેમને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. મામલતદારને એસીબીમાં ખોટી ફરિયાદ કરીને આરોપીઓ ફસાવી દેવાની ધમકી આપતા હતા.
આ બ્લેક મેઈલક ગેંગે ટેકનોલોજીનો દુરૂપયોગ કરી છોકરી સાથે મામલતદારના ફોટા બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. સામાજીક પ્રતિષ્ઠા ખોવાના ડરના કારણે મામલતદારે અંતિમ પગલું ભર્યુ હતું. તેઓએ વીડિયો બનાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 6 પાનાની સુસાઈડ નોટમાં લખ્યુ છે કે હું આ માનસિક ત્રાસથી આપઘાત કરી રહ્યો છું.
મામલતદારના નિવેદન અને સ્યુસાઈડ નોટના આધારે થરાદ પોલીસે કુલ 11 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ આરોપીઓમાં કોણ કોણ સામેલ છે અને તેમની ભૂમિકા શું હતી, તે દિશામાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મામલતદારના નિવેદન અને સુસાઈડ નોટના આધારે થરાદ પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓ સાથે કોણ સંડોવાયેલા છે, તેમની ભૂમિકા શું હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
મામલતદારે ઝેરી દવા ગટાગટાવતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મારૂ નામ દિનેશભાઈ તુજાજી પંડ્યા છે. આજે હું છેલ્લો વીડિયો બનાવી રહ્યો છું. તેમજ મારા વિરૂદ્ધમાં ભાણેજ કિશન બેચરભાઈ પંડ્યા છેલ્લા 4 વર્ષથી મને માનસિક ત્રાસ આપી રહ્યો છે. મારા ભાણેજે મારા વિરૂદ્ધમાં 8 થી 10 અરજીઓ કરી છે. તેઓ દ્વારા માનસિક ત્રાસ આપી મને જાનથી મારી નાંખવાની કોશિશ કરી રહ્યા છે.
મામલતદાર મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે. મામલતદારે સુસાઈડ નોટમાં ભાણેજ સહિત 6 શખ્સોના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત વીડિયોમાં કેટલાક શખ્સો માનસિક ત્રાસ આપી ફોટા બતાવી 20 લાખની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
મામલતદારે ઝેરી દવા ગટગટાવી લેતાં તબિયત લથડી હતી. તેથી તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલત ગંભીર જણાતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!