દુષ્કર્મના આરોપી આસારામે પરવાનગી વગર પાલનપુરમાં સત્સંગ સભા કરી
કોર્ટની શરતોને કોરાણે મૂકી સાધકોને સંબોધ્યા, પોલીસ મૂક પ્રેક્ષક બની

દુષ્કર્મના આરોપી આસારામે પરવાનગી વગર પાલનપુરમાં સત્સંગ સભા કરી

દુષ્કર્મના આરોપી આસારામે પરવાનગી વગર પાલનપુરમાં સત્સંગ સભા કરી
રાજસ્થાનની જેલમાં સજા ભોગવી રહેલા દુષ્કર્મના આરોપી આસારામ હાલમાં પેરોલ ઉપર જેલની બહાર છે. કોર્ટે કેટલીક શરતો સાથે 31 માર્ચ સુધીના પેરોલ આપ્યા છે. પેરોલ ઉપર છૂટેલા આરોપી આસારામે પાલનપુરમાં સત્સંગ સભા કરીને સાધકોને સંબોધ્યા હતા. આ સમયે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મૂક પ્રેક્ષક બન્યા હતા. આ સમયે સાધકોએ મીડિયા કર્મીઓને પણ કવરેજ કરતાં રોકી દીધા હતા.
રાજસ્થાનની જેલમાંથી દુષ્કર્મ કેસમાં પેરોલ ઉપર છૂટેલા આરોપી આસારામ અનુયાયીઓને મળી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે મહેશ્વરી હોલમાં આસારામ અનુયાયીઓને મળ્યા હતા. ખીચોખીચ ભરાયેલા હોલમાં રાજસ્થાન પોલીસ પણ સાથે હતી. આસારામે અનુયાયીઓને પ્રવચન પણ આપ્યુ હતુ. પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનની પરવાનગી વગર આસારામની સત્સંગ સભા કરી હતી. પેરોલ પર છૂટેલા આસારામને રાજસ્થાન પોલીસનું શરણું મળી ગયું હતુ અને પાલનપુર પોલીસ અજાણ બની હતી. પોલીસની હાજરીમાં અનુયાયીઓને પ્રવચન આપતાં કોર્ટની શરતો અંગે સવાલ ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આસારામને 31 માર્ચ સુધીના પેરોલ મળ્યા છે. પેરોલ પર છોડતા પહેલાં કોર્ટે કેટલીક શરતો મૂકી છે. જેમાં સભા કે સરઘસ ન યોજવા સ્પષ્ટ જણાવેલ છે. તેમ છતાં આસારામ અલગ અલગ વિસ્તારોમાં અનુયાયીઓને મળવા માટે જઈ રહ્યો છે.
મહેશ્વરી હોલમાં અનુયાયીને સંબોધી રહ્યા હતા. તે સમયે એક વ્યક્તિએ ફોટો લેવાનો પ્રયાસ કરતાં સાધકોએ મોબાઈલ પડાવી લઈ બાદમાં પરત આપ્યો હતો. આ અંગે પાલનપુર શહેર પૂર્વ પોલીસનો સંપર્ક કરતાં તેઓએ પાલનપુરમાં સિંધી સમાજની કુટીયા ખાતે દર્શન માટે આસારામ આવ્યો હતો અને ત્યાંથી મહેશ્વરી હોલ ખાતે સત્સંગ કર્યો હોવાનું પોલીસે જણાવ્યુ હતુ. કોર્ટની શરતોનો ભંગ કર્યો હોવા છતાં આસારામ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ સમયે મીડિયા કર્મીઓ કવરેજ કરવા પહોંચતા અનુયાયીઓએ યેનકેન પકારે કવરેજ કરતાં રોક્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!