રાજકોટ: નિવૃત્ત ક્લાર્ક સાથે 88.50 લાખની છેતરપિંડી
45 દિવસ સુધી દંપતીને ડિજિટલ એરેસ્ટ રાખી સોના પર લોન લેવડાવી; વધુ એક આરોપી MPથી ઝડપાયો

ડિજિટલ એરેસ્ટ છેતરપિંડી

ડિજિટલ એરેસ્ટ છેતરપિંડી
રાજકોટમાં સાયબર ગુનેગારોએ નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેમના પત્નીને દોઢ મહિના સુધી ડિજિટલ કેદમાં રાખીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ કેસમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા મેળવતા મધ્યપ્રદેશના ઇન્દોરથી દેવાંશ ઉર્ફે કાનો જોષી નામના આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે.
ડ્રગ્સ અને મની લોન્ડરિંગનો ડર બતાવી ખેલ ખેલાયો :
ભોગ બનનાર નિવૃત્ત ક્લાર્ક દિનેશભાઈ દેલવાડીયાને સાયબર ગઠિયાઓએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને ફોન કર્યો હતો. ઠગોએ તેમને ડરાવ્યા હતા કે બેંક મેનેજર સાથે મળીને તેમણે મની લોન્ડરિંગ કર્યું છે અને તેમના ઘરેથી ડ્રગ્સ પણ મળી આવ્યું છે. આખી જિંદગી જેલમાં સડવું પડશે તેવી ધમકી આપીને વૃદ્ધ દંપતીને 45 દિવસ સુધી સતત વોટ્સએપ કોલ દ્વારા નજરકેદ રાખવામાં આવ્યા હતા.
ગોલ્ડ લોન લેવડાવી 11 વખતમાં લાખો રૂપિયા પડાવ્યા :
પોતાને નિર્દોષ સાબિત કરવા માટે તપાસના બહાને ગઠિયાઓએ વૃદ્ધ પાસે પહેલા 8 લાખ રૂપિયા આરટીજીએસ (RTGS) કરાવ્યા હતા. ત્યારબાદ લાલચ આપી હતી કે વેરિફિકેશન પત્યા બાદ પૈસા પાછા મળી જશે. ગઠિયાઓએ દંપતીને બેંક લોકરમાં રહેલું સોનું વેચીને અથવા તેના પર લોન લઈને વધુ પૈસા જમા કરાવવા દબાણ કર્યું હતું. આ રીતે જુલાઈથી ઓગસ્ટ 2025 દરમિયાન 11 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 88.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
આરોપી દેવાંશ જોષીની ભૂમિકા અને કમિશન :
ઇન્દોરથી પકડાયેલો આરોપી દેવાંશ પોતે વિદ્યાર્થી છે. તેના બેંક ખાતામાં ફરિયાદીના 8 લાખ રૂપિયા જમા થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેના એકાઉન્ટનો ઉપયોગ દેશના અન્ય 21 સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે પણ થયો હતો. આ કામના બદલામાં તેને દોઢ લાખ રૂપિયાનું કમિશન મળ્યું હતું.
સાયબર પોલીસની અપીલ :
રાજકોટ સાયબર ક્રાઈમ એસીપી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા ધરપકડ કે એરેસ્ટની કાર્યવાહી કરતી નથી. જ્યારે ફરિયાદીના પુત્રને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તુરંત હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આ તપાસ તેજ કરવામાં આવી છે.

અમદાવાદના થલતેજના Shakti 140 ફ્લેટમાં 26 વર્ષીય દીપિકા ગોગીયાનું મોત થયું. બોડકદેવ પોલીસે તપાસ શરૂ કરી, જ્યારે મોતનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.