ડોન્ટ વરી..અમે છીએ..લગ્ન તો થશે આ જ માંડવામાં..જાન પરત નહીં જાય
સમુહ લગ્નના આયોજકો ભાગી જતાં રાજકોટ પોલીસે ગુનો નોંધ્યો

સમુહ લગ્નના આયોજકો ભાગી જતાં રાજકોટ પોલીસે ગુનો નોંધ્યો

સમુહ લગ્નના આયોજકો ભાગી જતાં રાજકોટ પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં ચોંકાવારો કિસ્સો બન્યો છે જ્યાં યોજાયેલા સર્વ જ્ઞાતિય સમુહ લગ્નમાં જાનૈયાઓ, વરરાજા અને નવ વધૂ સહિત 28 જોડા પહોંચી ગયા હતા પણ સમુહ લગ્નના આયોજકો જ ફરાર થઇ જતા ખળભળાટ મચી ગયો છે. ઋશીવંશી સમાજ સેવા સંઘના નામથી આ સમુહ લગ્નનું આયોજન કરાયું હતું અને પ્રત્યેક પરિવાર પાસેથી 20 થી 40 હજાર રુપિયા લેવાયા હોવાનું પણ જાણવા મળ છે. સર્વ જ્ઞાતિ સમુહ લગ્નના ના નામે આ સમુહ લગ્નનં આયોજન કરાયું હતું. માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને આ મામલે પોલીસને પણ જાણ કરાતા પોલીસ પણ પહોંચી છે. આયોજકોમાં ચંદ્રેશ છત્રોલા, દિપક હિરાણી અને દિલીપ ગોહેલનું નામ જાહેર થયું છે અને તે જ સ્થળ પરથી ફરાર છે
બીજી તરફ સ્થળ પર પહોંચેલી રાજકોટ પોલીસે પરિવારોની પૂછપરછ કરીને ફરાર થયેલા આયોજકોની સામે ગુનો નોંધવાની તજવીજ કરી હતી પણ સ્થળ પર લગ્નના માંડવે બેઠેલા વરરાજા અને નવવધૂના આંસુ પોલીસ જોઇ શકી નહીં અને પોલીસ અધિકારીઓએ વરરાજા અને નવવધૂ અને તેમના પરિવારને સમજાવીને તે જ માંડવામાં દરેક યુગલના લગ્ન કરાવ્યા હતા. લગ્ન કરાવનાર ગોરબાપા પણ સ્થળ પર હતા તેથી પોલીસે પરિવારોને સમજાવી લગ્ન કારાવ્યા હતા જેથી જાન લીલા તોરણે પાછી ગઇ ન હતી. માંડવામાં લગ્નની વિધી શરુ થતાં જૈનૈયાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમારે કહ્યું કે આ પણ અમારી સામાજીક જવાબદારી છે. હું નાનપણથી સાંભળતોઆવ્યો છું કે એકવાર લગ્ન લખાઇ જાય પછી લગ્ન અટકવા ના જોઇએ અને તેથી અમે સામાજીક જવાબદારી અદા કરી છે. અત્યારે 3 યુગલના લગ્ન થઇ રહ્યા છે અને અન્ય યુગલ મંદિરમાં દર્શન કરવા ગયા છે , તે પરત આવશે ત્યારે અમે તેમના પણ લગ્ન કરાવીશું. આજે તમામ 28 યુગલના લગ્ન થશે. અમે અમારી જવાબદારી સરસ રીતે નિભાવીશું. અમે અહીં હાજર તમામ વ્યકતિઓ માટે અમે પીવાના પાણી અને જમવાની પણ વ્યવસ્થા કરી છે. અમે લગ્ન પૂર્ણ કરવા તમામ પરિવારોને સમજાવ્યા હતા.
ઉલ્જોલેખનિય છે કે આજે સવારે સમુહ લગ્નના આયોજકો જ સ્થળ પર ના પહોંચતા વ્યવસ્થા અટવાઇ ગઇ હતી અને વરરાજા અને નવ વધૂ સહિત જાનૈયા ને લગ્ન મંડપમાં જ બેસી રહેવું પડ્યું છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી સમુહ લગ્ન માટે જોડા અહીં પહોંચ્યા હતા પણ તેમને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઋષિવંશી સમાજ સેવા સંઘે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જો કે લગ્નના સ્થળે આયોજકો જ ન આવતા લગ્ન શરુ થયા નહોતા. જેના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમહ લગ્નમા 28 યુવક યુવતીના લગ્ન થવાના હતા અને તેમણે તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી. આયોજકોએ પ્રત્યેક પરિવાર પાસેથી 20 થી 40 હજાર રુપિયા પણ ઉઘરાવ્યા હતા. લગ્નના સ્થળે અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરાઇ ન હતી તો પાણીની પણ વ્યવસ્થા ન હતી. વ્યવસ્થાના અભાવે સ્થળ પર જ જાનૈયાઓને રઝળવાનો વારો આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!