રાજકોટ-ગોંડલના ચર્ચાસ્પદ રાજકુમાર જાટ મોત કેસ
શુક્રવારે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ, બસ ડ્રાઇવરનો ટેસ્ટ રદ

રાજકુમાર જાટ મોત કેસ

રાજકુમાર જાટ મોત કેસ
ગોંડલના યુવાન રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં મોટો વળાંક આવ્યો છે. કોર્ટની મંજૂરી બાદ મુખ્ય આરોપી ગણેશ ગોંડલ (ગણેશ જાડેજા)નો નાર્કો એનાલિસિસ ટેસ્ટ આગામી શુક્રવારે ૧૨ ડિસેમ્બરે કરવામાં આવશે. આજથી જ નાર્કો ટેસ્ટ માટેની તૈયારીઓ અને પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
જોકે, આ જ કેસમાં સંડોવાયેલા ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવરનો નાર્કો ટેસ્ટ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. તેની વધુ ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મેડિકલ બોર્ડે આ ટેસ્ટ ન કરવાની ભલામણ કરી છે.
પરિવારની માંગ પૂરી, ગણેશે પણ આપી સંમતિરાજકુમાર જાટના પરિવારે શરૂઆતથી જ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસે કોર્ટમાં અરજી કરી હતી, જેને ગોંડલ કોર્ટે મંજૂર કરી છે. ગણેશ ગોંડલે પોતે પણ લેખિતમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે સંમતિ આપી છે.
બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકોએ હવે રાજકુમાર જાટના પિતા રાજેન્દ્રસિંહ જાટનો પણ નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે સત્ય બંને બાજુથી બહાર આવવું જોઈએ.
કેસની તપાસ સુરેન્દ્રનગર SPની દેખરેખમાંઆ ચર્ચાસ્પદ કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગણેશ ગોંડલ સહિત ૧૦થી વધુ વ્યક્તિઓના નિવેદનો સુરેન્દ્રનગર ખાતે નોંધવામાં આવ્યા છે. રાજકોટના બે વ્યક્તિઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
કેસમાં મુખ્ય વિવાદ એક કાળી રંગની ગાડીને લઈને છે, જે ઘટના સમયે જોવા મળી હતી અને તેના CCTV ફૂટેજ પર પણ સવાલો ઉભા થયા હતા.
નાર્કો ટેસ્ટ બાદ અટકળો પર પૂર્ણવિરામની આશારાજકુમાર જાટનું મોત ૨૩ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગોંડલમાં થયું હતું, જે બાદ આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ આ કેસની દિશા સ્પષ્ટ થશે અને અનેક અટકળો પર પૂર્ણ વિરામ લાગી શકે છે.
રાજકુમારના પરિવારના વકીલે જણાવ્યું કે, “અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે નાર્કો ટેસ્ટમાં સત્ય બહાર આવશે.” જ્યારે ગણેશ ગોંડલના વકીલે કહ્યું કે, “અમારો ક્લાયન્ટ નિર્દોષ છે, ટેસ્ટ એ જ સાબિત કરશે.”
આ કેસ પર રાજ્યભરની નજર છે અને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ મોટા ખુલાસાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!