રાજકોટઃ પત્ની પર ફાયરિંગ, પતિની આત્મહત્યા
નાગેશ્વર વિસ્તારમાં પારિવારિક કંકાસનો કરુણ અંજામ

રાજકોટ નાગેશ્વર હત્યાનો પ્રયાસ

રાજકોટ નાગેશ્વર હત્યાનો પ્રયાસ
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં આજે સવારે એક અત્યંત કરુણ અને સનસનાટીપૂર્ણ બનાવ સામે આવ્યો છે. પારિવારિક વિવાદ અને અનૈતિક સંબંધોની શંકાના આધારે એક પતિએ પોતાની પત્ની પર ફાયરિંગ કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો, અને બાદમાં તે જ હથિયાર વડે પોતે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાથમિક માહિતી મુજબ, પત્ની પોતાના યોગા ક્લાસમાંથી પરત ફરી રહી હતી, ત્યારે જ પતિએ તેને રોકી હતી અને અચાનક તેના પર ગોળી ચલાવી દીધી હતી. ગોળી વાગવાથી પત્ની ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ગંભીર હુમલા બાદ પતિએ અન્ય કોઈ વિચાર કર્યા વિનાએ જ હથિયાર પોતાના લમણે ધરી ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
કાકી-ભત્રીજાના સંબંધો બન્યા કારણભૂત :
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ખૂની ખેલ પાછળ કાકી અને ભત્રીજા વચ્ચે પાંગરેલા અનૈતિક પ્રેમ સંબંધો મુખ્ય કારણભૂત છે. પત્નીના આ આડા સંબંધોને લઈને પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી તીવ્ર ઝઘડાઓ ચાલી રહ્યા હતા, જેનો અંત આખરે કરુણ અને લોહિયાળ આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક નાગેશ્વરના ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પરથી 3 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. હાલમાં, પોલીસે પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ ઘટનાએ રાજકોટના શાંતિપૂર્ણ માહોલમાં અરેરાટી વ્યાપી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!