રાજકોટ: પરિણીત મહિલાની ક્રૂર હત્યા
ભગવતીપરા વિસ્તારમાં મહિલાની હત્યા, શરીર પર ઘા મળતા પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ મહિલા હત્યા કેસ

રાજકોટ મહિલા હત્યા કેસ
રાજકોટમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં એક પરિણીત મહિલાનું ક્રૂર હત્યાકાંડ બહાર આવતા સ્થાનિકોમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.
માહિતી મુજબ, કોપરગ્રીન સોસાયટીમાં રહેતી સ્નેહાબેન આસોડિયા સાંજે અંદાજે સાતથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરેથી પાણીપુરી ખાવા માટે નીકળ્યા હતા. તેમણે પતિને ફેક્ટરીથી પાછા ફરતા રસ્તામાંથી લેવા માટે જણાવ્યું હતું, પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ સ્નેહાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ સૂત્રો જણાવે છે કે બેડી ચોકડી નજીકથી તેમનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મોઢા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારવામાં આવ્યા હોવાની શંકા છે. ક્રૂરતા એટલી ભયાનક હતી કે માથું પણ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હત્યારા સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!