રાજા રઘુવંશી હત્યાકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો, લગ્નના ત્રણ દિવસમાં જ હત્યાનું કાવતરું ઘડાયું...
સોનમ અને તેના પ્રેમી રાજ વચ્ચેની ચેટ્સ દર્શાવે છે કે, લગ્નના માત્ર ત્રણ દિવસ પછી જ હત્યાનું આયોજન કરાયું...

પત્ની જ કાવતરાખોર?

પત્ની જ કાવતરાખોર?
રાજસ્થાનના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યાનો ભેદ ઉકેલાતા જ ચોંકાવનારા રહસ્યો બહાર આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં રાજાની નવપરિણીત પત્ની સોનમ જ મુખ્ય સૂત્રધાર હોવાનો મેઘાલય પોલીસે દાવો કર્યો છે. રાજાના ભાઈ વિપિનના નિવેદન અને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોનમની માતાને પણ હત્યાના કાવતરાની જાણ હતી, જે આ કેસને વધુ ગૂંચવી રહ્યો છે.
ચેટ્સમાંથી હત્યાનું કાવતરું ખુલ્લું પડ્યું!
એક અહેવાલ મુજબ, સોનમ અને તેના કથિત પ્રેમી રાજ વચ્ચેની ચેટ્સમાંથી ઘણા મોટા ખુલાસા થયા છે. આ ચેટ્સ દર્શાવે છે કે સોનમ અને રાજે રાજાના લગ્નના માત્ર ત્રણ દિવસ પછી જ હત્યાનું આયોજન કરી લીધું હતું! ચેટમાં સોનમે રાજને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજાનું નજીક આવવું તેને પસંદ નહોતું અને લગ્ન પહેલાથી જ તેણે રાજાથી અંતર બનાવી લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનમે રાજને એ પણ જણાવ્યું કે, લગ્નના ત્રણ દિવસ પછી જ તેણે રાજાની હત્યાની યોજના બનાવવાનું શરૂ કરી દીધું હતું.
હનીમૂનનો પ્લાન હત્યાના કાવતરાનો ભાગ!
રાજાની હત્યા કરવાના કાવતરાના ભાગરૂપે જ સોનમે મેઘાલય ફરવાનો પ્લાન બનાવ્યો હતો. 10 મેના રોજ ઇન્દોરમાં તેમના લગ્ન થયા, અને ત્યારબાદ 21 મેના રોજ આ દંપતી હનીમૂન માટે મેઘાલય જવા નીકળ્યું હતું. હત્યાની સાજિશમાં રાજ પણ સામેલ હતો, પરંતુ તે મેઘાલય ગયો નહોતો. તેણે ત્રણ હત્યારાઓને મેઘાલય મોકલ્યા હતા જેથી તેના પર શંકા ન આવે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ એક પૂર્વઆયોજિત અને ઠંડા કલેજે કરાયેલી હત્યા હતી.
આ પણ વાંચો : Rajasthan : બનાસ નદીમાં 8 મિત્રોના કરુણ મોત, રેસ્ક્યુ ઓપરેશન બાદ મૃતદેહ મળ્યા!
રાજનો દંભ અને સોનમનો 'યાદ નથી' નો બચાવ...
રાજાનો મૃતદેહ મળ્યો ત્યારે રાજ સોનમના પિતા સાથે હાજર હતો અને તેમને સાંત્વના આપીને દંભી વર્તન કરી રહ્યો હતો. રાજાનો મૃતદેહ મળ્યા બાદ મેઘાલય પોલીસે શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ અકસ્માત નથી, પરંતુ હત્યા હોઈ શકે છે.
આ પણ વાંચો : બેંગલુરુમાં ભાગદોડ કેસ: કર્ણાટક હાઈકોર્ટે સીલબંધ કવરમાં જવાબ દાખલ કરવાનો આપ્યો આદેશ
સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગયેલી સોનમ, જે ગુમ હતી, તે આખરે 9 જૂનના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી મળી આવી છે. જોકે, સોનમનું કહેવું છે કે તેને યાદ નથી કે તેની સાથે શું થયું અને તે ગાઝીપુર કેવી રીતે પહોંચી. મેઘાલય પોલીસનો દાવો છે કે સોનમ જ આ હત્યાકાંડની મુખ્ય આરોપી છે અને તેના આવા નિવેદનો માત્ર તપાસને ગેરમાર્ગે દોરવા માટે છે. આ કિસ્સો પ્રેમ, દગા અને ભયાનક કાવતરાની એવી જટિલ ગુત્થી છે, જેનાથી સમાજમાં નૈતિકતાના ધોરણો પર ગંભીર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો : 2026થી દિલ્હી-NCRમાં નવા પેટ્રોલ-ડીઝલ ટેક્સી-વાહનો પર પ્રતિબંધ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.