રેવ પાર્ટી પર રેડ, 13 NRI સહિત 15 નશામાં ઝડપાયા
હાઈપ્રોફાઇલ પર પોલીસે દરોડા પાડીને 13 વિદેશી નાગરિકો સહિત 15 લોકો દારૂના નશામાં ઝડપાયા

હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ

હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ
અમદાવાદમાં કડક દારૂબંધી હોવા છતાં, બોપલ પોલીસે શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મમાં ચાલી રહેલી વિદેશી નાગરિકોની હાઈપ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલીસે દારૂના નશામાં ધૂત 2 ભારતીય અને 13 NRIની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જોન નામના યુવકે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેને 'હોટ ગ્રેબર પાર્ટી' નામ આપવામાં આવ્યું હતું. આ રેવ પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા, જેની કિંમત 700થી લઈને 15,000 સુધીની હતી.
'અનલિમિટેડ' દારૂ પી શકાય તેવો વિશેષ ઉલ્લેખ
પાસ પર શરાબ અને શબાબનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં દારૂ પીવા માટે 'અનલિમિટેડ' પી શકાય તેવો વિશેષ ઉલ્લેખ પણ હતો. પાર્ટીના પાસની કિંમત અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવી હતી, જેમાં અર્લી બર્ડ પાસની કિંમત 700, VIP પાસની કિંમત 2500 અને ડાયમંડ ટેબલની કિંમત 15,000 રાખવામાં આવી હતી, જેમાં 1 બ્લેક લેબલ અને 1 મેટલનો સમાવેશ થતો હતો. પકડાયેલા મોટા ભાગના NRI આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે, જેમાં નાઈજીરિયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકોનો સમાવેશ થાય છે.

નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ
બોપલ પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો અને હુક્કા જપ્ત કરીને નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી નાગરિકોની આ પ્રકારની રેવ પાર્ટીનું આયોજન થવાથી પોલીસતંત્ર પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે હાલ સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરી છે કે, આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું અને ગુજરાતમાં દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, જેથી દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા અન્ય આરોપીઓ સુધી પહોંચી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!