રાજકોટમાંથી માનવ કંકાલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ
માલિયાસણ LOC પ્લાન્ટ પાસે માનવ કંકાલ મળતા દોડધામ, હત્યાની આશંકા સાથે પોલીસે ફોરેન્સિક તપાસ

LOC પ્લાન્ટ પાસે માનવ કંકાલ મળતા દોડધામ

LOC પ્લાન્ટ પાસે માનવ કંકાલ મળતા દોડધામ
સૌરાષ્ટ્રનો દરવાજો ગણાતા અને રંગીલાની ઓળખ મેળવી બેઠેલા રાજકોટમાં એક ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી છે, રાજકોટના છેવાડે આવેલા માલિયાસણ વિસ્તારમાંથી એક માનવ કંકાલ મળી આવતા હાલ સમગ્ર પંથકમાં કુતુહલ સર્જાયું છે.
મળતી માહિત પ્રમાણે માલિયાલણ વિસ્તારમાં એલઓસી પ્લાન્ટ નજીક આવેલી ખુલ્લી અને અવાવરુ જગ્યામાંથી એક માનવ કંકાલ મળી અવ્યું છે. આ કંકાલ એટલી હદે ગળી ગયુ હતું કે તેમાં માંત્ર હાડકાઓનો ઢાંચો જ જોવા મળી રહ્યો હતો. પોલીસે હાલ આ કંકાલ કોનું છે તેની ઓળખ કરવા માટે ચક્રો ગતીમાન કર્યા છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કોઈએ આ વ્યક્તિની હત્યા કરીને લાશનો નિકાલ કરવાના ઈરાદે આ અવાવરુ જગ્યામાં લાશ ફેકી હોવાનુ હાલ પોલીસ માની રહી છે.
તો વાત જાણે એમ છે કે માલિયાસણ LOC પ્લાન્ટ પાસે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આ કંકાલ ઘણા સમય જૂનું હોઈ શકે છે. શરીરનો માત્ર હાડપિંજરનો ભાગ જ બાકી હોવાથી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે સૌથી મોટો પડકાર બની રહેવાની છે. પોલીસને આશંકા છે કે, કોઈ અજાણ્યા શખ્સની હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદે મૃતદેહને આ નિર્જન જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હશે.
તો બીજી તરફ પોલીસને જાણ થતા પોલીસનો એક મોટો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. જેમા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. પોલીસે બાદમાં ફોરેન્સીક સાયન્સની ટીમને પણ જાણ કરતા તે પણ ઘટના સ્થળે પહોંચી અને માનવ કંકાલની નમુના લીધા હતા. હાલ ફોરેન્સીક દ્વારા માનવીની જાતિ તેની ઉમર અને તેના મૃત્યુ પાછળનું કારણ જાણવા મથામણ કરશે. કારણ કે પોલીસ માટે હાલ સૌથી મોટો પ્રશ્ન એ જ આવીને ઉભો છે કે આ વ્યક્તિ કોણ છે અને તેનુ મૃત્યુ થયું છે કે પછી કોઈએ તેની હત્યા કરી છે.
પોલીસ હાલ આસપાસના વિસ્તારમાં તાજેતરમાં અને થોડા સમય પહેલા ગુમ થયેલા લોકો વિશે પુછપરછ કરી રહી છે. પરંતુ વધારે માહિતી તો ફોરેન્સીકનો રીપોર્ટ આવ્યા બાદ જાણી શકાય તેમ છે. અહી સૌથી મોટી શંકા ઉપજાવે તેવી બાબત એ છે કે અહીયા મૃતદેહ પડ્યો હોવા છતા કોઈને દુર્ગંધ શુધ્ધા કેમ આવી એ સૌથી મોટો પ્રશ્ન છે, પોલીસ દ્વારા હાલ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.ફોરેન્સીક ટીમ દ્વારા આગામી સમયમાં DNA ટેસ્ટ દ્વારા મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!