ઝૂમ બરાબર ઝૂમ, 26 મહિલા સાથે 39 શખ્સની પાર્ટી
પ્રતિક સાંધીએ બર્થ ડેની પાર્ટી આપી અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો

પ્રતિક સાંધીએ બર્થ ડેની પાર્ટી આપી અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો

પ્રતિક સાંધીએ બર્થ ડેની પાર્ટી આપી અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો
અમદાવાદના સાણંદમાં એક રિસોર્ટમાં ગ્રામ્ય પોલીસે ગઇ કાલે રાત્રે દરોડા પાડીને દારુની પાર્ટીમાં ભંગ પાડ્યો હતો. સાણંદના ગ્લેડ 1 રિસોર્ટમાં પોલીસ રેડ પાડી છે જેમાં 39 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં 26 મહિલા પણ સામેલ છે. જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટના નેતૃત્વમાં મોટા પાયે ઓપરેશન કરાયું હતું અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ 1 રિસોર્ટમાં અચાનક રેડ પાડી મોટી કાર્યવાહી કરી હતી. તેમણે 50 થી વધુ સ્ટાફની ટીમ સાથે રેડ કરી હતી. એસપી ઓમ પ્રકાશ જાટે કહ્યું હતું કે આ કેસમાં 39 લોકો વિરુદ્ધ કેસ કરાયો છે જેમાં 26 મહિલાઓ પણ સામેલ છે. દારૂ અને હુક્કાની મહેફિલ ચાલી રહી હતી અને સ્થળ પરથી 20 ખાલી બોટલ મળેલી છે. તેમણે કહ્યું કે હુક્કાની FSL તપાસ ચાલુ છે. મિત નામના શખ્સ દ્વારા દારુનો સપ્લાય કરાયો હતો. પ્રતિક સાંધીનો જન્મદિવસ હોવાથી આ દારુની પાર્ટીનું આયોજન કરાયું હતું. એસપીએ કહ્યું હતું કે ક્લબ સ્ટાફ સંડોવાયો હોય તો ક્લબ વિરુદ્ધ પણ પગલાં લેવાશે. ઉપરાંત વીકએન્ડ વિલા અને રિસોર્ટની પણ તપાસ ચાલુ કરાઇ છે.
તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે સાણંદમાં ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટમાં શરાબની મહેફિલ પર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. બર્થડે પાર્ટીમાં 70-80 લોકો અને દારૂ હોવાની માહિતી મળી હતી. જેથી સાણંદ પોલીસે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ અને 2 પંચોની મદદથી રેડ પાડી હતી. સમગ્ર પાર્ટીનો આયોજક પ્રતીક સાંઘી અમદાવાદનો હોવાનું સામે આવ્યું હતું. બ્રેથ એનાલાઈઝરથી તપાસમાં 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ નશીલી હાલતમાં મળ્યા હતા. મેડિકલ બ્લડ સેમ્પલ માટે વધુ તપાસ શરૂ કરાઈ છે. તો 5 સીલબંધ દારૂની બોટલો જપ્ત કરાયો છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ કાયદેસર કાર્યવાહી ચાલુ છે.
તેમણે વધુમાં કહ્યું કે પોલીસને 20 ખાલી બોટલ, 5 ભરેલી બોટલ, 2-3 અડધી બોટલ મળી આવી છે. બેથી ત્રણ હુક્કા મળી આવ્યા છે. પોલીસ તપાસ માટે 39 લોકોને CHC મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા છે. પ્રતીક સાંઘી મેફેર એપાર્ટમેન્ટ, શિવરંજની ચાર રસ્તા ખાતે રહે છે. દારૂની મહેફિલ માણતા મોટાભાગના લોકો 35 થી 40 વર્ષના હોવાનુ ખૂલ્યુ છે. પ્રતીક સાંઘી પણ બ્રેથ એનલાઇઝરમાં પોઝિટિવ આવ્યા છે. તેથી તેઓએ પણ દારૂ પીધો હોવાનું ખૂલ્યું છે.
આ પણ વાંચો---
સાણંદમાં હાઇપ્રોફાઇલ મહેફિલમાં પોલીસની એન્ટ્રી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!