શેલામાં પોલીસના દરોડા: લાખોનો દારૂ ઝડપાયો
અમદાવાદના શેલામાં પેટી પલંગ નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

અમદાવાદ શેલા દારૂ દરોડા

અમદાવાદ શેલા દારૂ દરોડા
અમદાવાદના નવા વિકસી રહેલા શેલા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂના વેચાણનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. રહેણાંક મકાનમાં ચાલતા આ વ્યવસાય પર પોલીસે ત્રાટકીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પલંગ નીચેથી મળી આવી દારૂની ખેપ :
સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે શેલા ગામના નાનો ઠાકોર વાસમાં રહેતો બળવંત વિષ્ણુજી પરમાર પોતાના ઘરમાંથી જ વિદેશી દારૂનો વેપાર કરે છે. આ બાતમીના આધારે પોલીસે સતર્કતા દાખવીને મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બેડરૂમમાં રાખેલા પેટી પલંગની નીચેથી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
લાખોનો મુદ્દામાલ અને આરોપીની અટકાયત :
પોલીસની કાર્યવાહીમાં ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 246 બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત અંદાજે 1.15 લાખ રૂપિયાથી વધુ થાય છે. આ સાથે જ પોલીસે બીયરના 68 ટીન પણ જપ્ત કર્યા છે. સમગ્ર દરોડા દરમિયાન કુલ 1,30,790 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી બળવંત પરમારની ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!