PALANPUR: યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી 6 શખ્સોએ 16 મહિના સુધી આચર્યું દુષ્કર્મ
યુવતી પર ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરીને સગીરે પ્રેમજાળમાં ફસાવી

યુવતી પર ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરીને સગીરે પ્રેમજાળમાં ફસાવી

યુવતી પર ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરીને સગીરે પ્રેમજાળમાં ફસાવી
બનાસકાંઠા જિલ્લાની એક વિદ્યાર્થીનીનો ન્યૂડ વીડિયો બનાવીને તેના પર 16 મહિના સુધી 6 વ્યક્તિઓ દ્વારા કથિત રીતે દુષ્કર્મ આચરાયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની એક કોલેજ વિદ્યાર્થિની પર કથિત રીતે સાત વ્યક્તિઓ દ્વારા લગભગ 16 મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચરાયું હતું અને તેને નગ્ન વિડિયોથી બ્લેકમેલ કરવામાં આવી હતી.
પોલીસના કહ્યા મુજબ છ આરોપીઓમાંથી એક શખ્સે 20 વર્ષીય મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી, જ્યારે તેણે 2023 માં પાલનપુરમાં કોલેજમાં જવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર 2023 માં, યુવકે તેણીને એક હોટલમાં નાસ્તા માટે પોતાની સાથે આવવા માટે સમજાવી હતી. FIR મુજબ, તેણે જાણી જોઈને તેના ડ્રેસ પર ખોરાક ફેંક્યો હતો અને તેને સાફ કરવાના બહાને રૂમમાં લઈ ગયો. યુવતી કપડા બગડતા તે બાથરૂમમાં કપડા બદલી રહી હતી દરમ્યાન તેનો નગ્ન અવસ્થાનો વિડીયો ઉતારી દેવાયો હતો અને બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ.
તેણે પોલીસને કહ્યું કે આ સગીરના મિત્રો ઉત્તમપુરા (મલાણા)નો રાહુલ શામળભાઇ ફોફ, દીપક નરસંગભાઇ ફોફ, આશિષ શામળભાઇ ફોફ,જીગર ગલબાભાઇ બોકા અને બાદરપુરા (ભુ) શુભમ ઘેમરભાઈ ભૂતડીયા રહે.બાદરપુરા (ભુ)એ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. અને તારીખ 11/02/2023 થી તાં.10/02/2025 દરમ્યાન વિવિધ ગેસ્ટ હાઉસ તેમજ પાલનપુર ન્યૂ બસ પોર્ટના કાફે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ સગીર સહિત છ ઈસમો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!