પાક. કનેક્શન સાથે સાયબર ફ્રોડનો ઓપરેટર ઝડપાયો
મુખ્ય આરોપી ચેતન ગાંગાણીએ ૪ મહિનામાં 10 કરોડ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કર્યા..

સાયબર ફ્રોડનો હવાલા ઓપરેટર ઝડપાયો: પાક. કનેક્શન

સાયબર ફ્રોડનો હવાલા ઓપરેટર ઝડપાયો: પાક. કનેક્શન
ગુજરાત સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ (CCOE) અને CID ક્રાઇમે રાજ્યમાં ફેલાયેલા એક વિશાળ સાયબર ફ્રોડ અને હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી દ્વારા 'મ્યૂલ એકાઉન્ટ્સ'નો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીની રકમને ક્રિપ્ટોકરન્સી (USDT)માં ફેરવીને પાકિસ્તાન મોકલવામાં આવતી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ટ્વીટ કરીને આ મોટી સફળતાની માહિતી આપી હતી.
બોગસ પેઢીથી ક્રિપ્ટો વોલેટ સુધીની કડી
CCOEની ટીમે સુરેન્દ્રનગરના લખતર APMC ખાતે શિવમ એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી ખોલીને ₹200 કરોડ વિદેશ મોકલવાના કૌભાંડમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ટોળકી મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં કાર્યરત હતી.
પકડાયેલા 6 આરોપીઓની પૂછપરછમાં સુરતના ચેતન ગોરધનભાઈ ગાંગાણી (ઉ.32) નામનો હવાલા ઓપરેટર સામે આવ્યો. પોલીસ માટે સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ધોરણ 10 પાસ આ આરોપીના મોબાઈલ ફોનમાંથી ક્રિપ્ટો વોલેટની માહિતી મળી.
પાકિસ્તાનના વોલેટમાં 10 કરોડ રૂપિયા!
CCOEના ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમે ચેતન ગાંગાણીના મોબાઈલ ફોનનું ડીપ ફૉરેન્સિક એનાલિસિસ કર્યું. ક્રિપ્ટો એક્સચેન્જ પાસેથી માહિતી મંગાવતા ખુલાસો થયો કે, ચેતન ગાંગાણીએ માત્ર ચાર મહિનાના સમયગાળામાં ₹10 કરોડની રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને પાકિસ્તાનના વોલેટ એડ્રેસ પર મોકલી આપી હતી.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ ₹10 કરોડ પાકિસ્તાની વોલેટ્સમાં જમા થયેલી કુલ ₹29 કરોડની રકમ પૈકીનો હિસ્સો છે. આ જાળમાં દેશભરમાં ફેલાયેલી 386 સાયબર ક્રાઇમ ફરિયાદો સાથે જોડાયેલા 100થી વધુ 'મ્યૂલ એકાઉન્ટ્સ'ની કડીઓ મળી છે.
આ ઉપરાંત, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દુબઈમાં હોવાની માહિતી પણ મળી છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ બોટાદમાં પણ સાયબર ક્રાઈમ રેકેટ પકડાયો છે. બોટાદ પોલીસે આખા ભારતમાં ફેલાયેલા મોટા સાયબર ક્રાઇમ રેકેટનો ભેદ ઉકેલ્યો છે. આ રેકેટમાં ₹43.60 કરોડના ઠગાઈથી થયેલા ટ્રાન્ઝેક્શન્સનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસની અસરકારક કામગીરી અને ડિજિટલ ક્રાઇમ સામેની સતત પ્રતિબદ્ધતાનું આ પ્રદર્શન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.