ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક
ગોમતીપુરની છોટાલાલ ચાલીમાં તલવારો લહેરાવી આતંક, વીડિયો વાયરલ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી

અસામાજિક તત્વો

અસામાજિક તત્વો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલી છોટાલાલની ચાલીમાં ત્રણ શખ્સોએ જાહેરમાં તલવારો લહેરાવી ભારે આતંક મચાવ્યો હતો. આ શખ્સોએ માત્ર હથિયારો બતાવી ડર જ નહોતો ફેલાવ્યો, પરંતુ સ્થાનિકોની મિલકતોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
જાહેરમાં હથિયારો લહેરાવી વાહનોમાં તોડફોડ :
ઘટનાની વિગત મુજબ, મેરાજ અંસારી, અફસર અંસારી અને ફૈઝલ અંસારી નામના ત્રણ શખ્સો હાથમાં ખુલ્લી તલવારો લઈને છોટાલાલની ચાલીમાં ધસી આવ્યા હતા. આ અસામાજિક તત્વોએ ઈકબાલ પઠાણ નામના યુવકના ઘરની બહાર પાર્ક કરેલા સ્કૂટર અને અન્ય વાહનો પર તલવારના ઘા ઝીંકી તોડફોડ કરી હતી. આતંક મચાવતી વખતે આરોપીઓએ બિભત્સ ગાળાગાળી કરી પરિવારને ઘરની બહાર આવવા ધમકીઓ પણ આપી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ :
જાહેરમાં શસ્ત્રો લહેરાવતા આ શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. ભોગ બનનાર ઈકબાલ પઠાણ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ગોમતીપુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ - મેરાજ, અફસર અને ફૈઝલની ધરપકડ કરી જેલના હવાલે કર્યા છે. સ્થાનિક રહીશોમાં વ્યાપેલી દહેશત બાદ પોલીસની આ કડક કાર્યવાહીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!